ડ્રોનની મદદથી લાખોની વીજચોરી ઝડપી પાડતું પીજીવીસીએલ

ડ્રોનની મદદથી લાખોની વીજચોરી ઝડપી પાડતું પીજીવીસીએલ
ડ્રોનની મદદથી લાખોની વીજચોરી ઝડપી પાડતું પીજીવીસીએલ

શહેરમાં પ્રથમવખત
માંડાડુંગર, આજીડેમ પાસે તથા ભગવતીપરા વિસ્તારમાં અંદાજે રૂ. 18 લાખથી વધુના બીલો અપાયા

પીજીવીસીએલ દ્વારા શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટા પાયે વીજ ચોરી પકડવાનું અભિયાન હાથ ધરવામાં આવેલ છે. તેથી નિયમિત વીજ બીલ ભરતા ગ્રાહકો / પ્રમાણિક ગ્રાહકોમાં આંનદની લાગણી ઉભી થઈ છે. સતત વીજ ચેકિંગ દ્વારા વીજચોરી અટકાવવાની પીજીવીસીએલની ઝુંબેશને લોકો આવકારી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં જ માંડાડુંગર, દિન દયાળ વિસ્તાર, આજીડેમ પાસે આવેલ મિનરલ વોટર પ્લાન્ટ કે જે કાળુભાઈ ગોવિંદભાઈ ખીરાના નામનું વીજ જોડાણ 14 કિલોવોટનું આવેલું છે તેમાં પીજીવીસીએલ વિજીલન્સ સ્કવોડ દ્વારા ચેકિંગ કરતા મીટર સાથે તેમજ મીટર સીલ સાથે ચેડા કાર્યનું જણાયેલ. આ મીટરને સીલ કરીને તા. 21ના રોજ મીટર ટેસ્ટીંગ લેબોરેટરીમાં ગ્રાહકની હાજરીમાં વિશેષ તપાસ કરતા આ વીજ જોડાણમાં વીજ ચોરી થયાનું જણાયેલ હતું. આ કારખાનામાં કુલ 11.156 કિલોવોટ લોડ જોડાયેલ હતો અને નિયમાનુસાર પાવરચોરીનું રૂ. 9.25 લાખનું બીલ આપવમાં આવેલ છે.

પીજીવીસીએલ, શહેર વર્તુળ કચેરી દ્વારા તા. 22ના રોજ સોમનાથ પાર્ક, કોઠારીયા વિસ્તારમાં સૌ પ્રથમ વખત ડ્રોન દ્વારા એરિયા સર્વે કરાવી કુલ 3 વીજ ગ્રાહકોને તથા 2 બિન વીજ ગ્રાહકો એમ કુલ 5 ને સ્થળ ઉપર જ વીજ ચોરી કરતા જણાયેલ તેથી અંદાજીત રૂ. 1 લાખના પુરવણી બીલો આપવામાં આવ્યા છે. હજુ ભવિષ્યમાં પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડ્રોન ના ઉપયોગ વડે સર્વે હાથ ધરીને વીજ ચોરી પકડવામાં આવશે.

રણછોડનગર સબ ડિવિઝન હેઠળના ભગવતીપરા વિસ્તારમાં આવેલ નીતિનભાઈ ધીરજલાલ પટેલના સાડીના કારખાનામાં તા. 22ના રોજ વીજ જોડાણ ચેક કરતા એલ.ટી. પોલ ઉપરથી સીધો કેબલ જોડી મીટર બાયપાસ કરી લોડ સાઈડમાં ડાયરેક્ટ વીજ વપરાશ કરતા રંગે હાથ પકડાઈ ગયેલ. આમ મીટર હોવા છતાં વીજ વપરાશ નોંધાય નહિ તેવી રીતે પાવર ચોરી કરતા જણાયેલ. આ સાડીના કારખાનામાં કુલ 19.185 કિલોવોટ લોડ જોડેલ હતો. પીજીવીસીએલ દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરી અંદાજીત રૂ. 9 લાખનું પાવરચોરીનું પુરવણી બીલ આપવામાં આવેલ છે.

Read About Weather here

પીજીવીસીએલ દ્વારા લોકોને વીજ ચોરી ન કરવા અપીલ કરવામાં આવે છે. પોતાના વીજ વપરાશમાં જરૂરી વીજ બચત કરી વીજ બીલને ઘટાડી શકાય છે. લોકોને અપીલ કરવામાં આવે છે કે વીજચોરી કરનારની માહિતી પીજીવીસીએલ સુધી પહોચાડવી જેથી વધુ ને વધુ વીજ ચોરી પકડી શકાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here