ડ્રાઈવરને ઊંઘની ઝપકી આવી જતાં બેકાબૂ કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક કમકમાટી ભર્યો કાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવતી સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ કારમાં પાંચ લોકો સવાર હતા જે પૈકી ત્રણના મોત થયા છે અને બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ લોકો તિલક સમારોહમાં સામેલ થવા માટે પ્રયાગરાજ ગયા હતા. ઘર પરત ફરતા સમય પ્રતાપગઢમાં અકસ્માતનો ભોગ બન્યા હતા.
ઘટનાનો ભોગ બનેલા લોકો બસ્તી અને ગોરખપુર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં સુશીલ, હરિશંકર, આશિ સિંહનું મોત થયું છે, જ્યારે સુરેન્દ્ર અને દેવી શરણને ઈજા થઈ છે.આ ભયાનક માર્ગ અકસ્માત બાદ પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.
બીજી તરફ કારમાં પણ બ્લાસ્ટ થયો છે. માહિતી મળતાં જ ગ્રામજનોનું ટોળું સ્થળ પર એકત્ર થઈ ગયું હતું. પોલીસે કાર પોતાના કબજામાં લીધી છે. મૃત્યુની માહિતી મળતા જ બસ્તી અને ગોરખપુર જિલ્લાના સંબંધીઓ રડતા-રડતા મેડિકલ કોલેજ પહોંચ્યા હતા.
પોસ્ટમોર્ટમ બાદ પરિવાર મૃતદેહને લઈને ગોરખપુર જવા રવાના થશે. એસપી સતપાલ અંતિલે જણાવ્યું કે કાર અકસ્માતની જાણકારી આજે સવારે મળી હતી. પોલીસે તમામ મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
Read About Weather here
ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here