ડ્રગ્સના રવાડે ચડાવનાર 2 પેડલર ઝડપાયા…!

ડ્રગ્સના રવાડે ચડાવનાર 2 પેડલર ઝડપાયા...!
ડ્રગ્સના રવાડે ચડાવનાર 2 પેડલર ઝડપાયા...!
ત્યારે સૌરાષ્ટ્રના પાટનગરસમા રાજકોટમાં પણ ડ્રગ્સકાંડે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં ફસાયેલો અંડર 19 ટૂર્નામેન્ટનો ક્રિકેટર આકાશ બે દિવસ પહેલા ચિઠ્ઠી લખીને ઘર છોડી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આથી તેની માતા અલ્કાબેને મીડિયા સમક્ષ ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરતા પોલીસ એક્શનમાં આવી છે. ભોમેશ્વર પાસેથી માદક પદાર્થ સાથે કારમાં નીકળેલા બે પેડલરોની ધરપકડ

બોલીવૂડમાં ડ્રગ્સનો કાળો કારોબાર અને નશામાં ધકેલાયા સ્ટાર કિડ્સનો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ક્રિકેટરને ડ્રગ્સના રવાડે ચડાવનાર અને તેની જિંદગી બરબાદ કરનાર વધુ બે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે.

આ બંને શખસ કારમાં 0.45 ગ્રામ એમડી ડ્રગ્સના ઇન્જેક્શન સાથે ઝડપાયા છે. ગઇકાલે હોટલમાંથી આકાશ, તેની પૂર્વ પત્ની અને વેપારીની અટકાયત કરાઇ હતી. અમીએ જ આકાશને ડ્રગ્સ લેવા હોટલમાં ઓફર કરી હતી.

પોલીસ ક્રિકેટરની માતાના નિવેદનથી પુત્ર, પૂર્વ પુત્રવધૂ તેમજ ક્રિકેટર પુત્રની જીંદગી બરબાદ કરનાર ચાર શખસોને ઝડપી લઈ મુખ્ય સૂત્રધાર સહિતના શખસોને ઝડપી લેવા મથામણ કરી રહી છે.

આ દરમિયાન એસઓજી સ્ટાફે ભોમેશ્વર પાસેથી વધુ બે શખસોને ડ્રગ્સના જથ્થા સાથે કારમાં નીકળતા ઝડપી લઈ આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું સહિતની પૂછપરછ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એસઓજી સ્ટાફે ક્રિકેટરની માતાનું બંધ બારણે રાત સુધી નિવેદન નોંધી ડ્રગ્સ પેડલરોને ઝડપી લેવા ઠેર-ઠેર દરોડા પાડ્યા હતા. ગઇકાલે રેસકોર્ષ પાસે આવેલી શિવશક્તિ હોટેલમાંથી તેનો

પુત્ર અને પૂર્વ દમાં પોલીસે ક્રિકેટરની જિંદગી બરબાદ કરનાર ચાર શખસોને ઝડપી લઈ સૂત્રધાર સહિતના વધુ શખસોને ઝડપી લેવા દોડધામ કરી હતી. તે દરમિયાન ભોમેશ્વર રોડ તરફ એકજાનનગરમાં વાહન ચેકિંગ દરમિયાન એસઓજી સ્ટાફે શંકાસ્પદ કારને અટકાવી પૂછપરછ કરતા

તે મયુર દિલીપ ખત્રી અને સોયેલ યુનુશ મામટી હોવાનું બહાર આવતા પોલીસે તેની તલાશી લેતા 0.45 ગ્રામ એમડી તેમજ ચાર ઈન્જેકશનો મળી આવતા પોલીસે એફએસએલ દ્વારા તપાસ કરતા ડ્રગ્સ હોવાનું બહાર આવતા પોલીસે બન્નેની ધરપકડ કરી મુખ્ય સૂત્રધારને શોધવા મથામણ કરી છે.

હોટેલના રૂમમાથી નશાખોર હાલતમા ઝડપાયેલા આકાશે પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, પોતે તથા તેની પૂર્વ પત્ની અમી અને ઇરફાન હોટેલના રૂમમાં હતા ત્યારે અમીએ ઇન્જેક્શન બતાવ્યું હતું અને ડ્રગ્સ ઓફર કર્યું હતું,

અમીએ ઓફર કરતા પોતે ડ્રગ્સનું સેવન કર્યું હતું. જોકે અમી અને આકાશે ડ્રગ્સ લીધું હતું કે કેમ તે તબીબી રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આકાશ પણ ડ્રગ્સનો પાક્કો બંધાણી થઇ ગયો હોવાને કારણે તેની માતા અલ્કાબેને આકાશને દિલ્હી રહેતા તેના પિતા મનોજભાઇ પાસે મોકલી દીધો હતો,

ગત તા.12ના આકાશ પરત આવ્યો હતો, રાજકોટ આવ્યા બાદ ફરીથી તે ઘરે મોડો આવતો હતો, અને નશો કરેલી હાલતમાં ઘરે આવવા લાગ્યો હતો, આકાશ ફરીથી પૂર્વ પત્ની અમીને મળતો હોવાની શંકા ઊઠી હતી

અને આ મુદ્દે માતા પુત્ર વચ્ચે બોલાચાલી પણ થઇ હતી, પુત્રને નશામાંથી ઉગારવા માટે જ ફરીથી અલ્કાબેને પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.

આકાશે પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, અગાઉ ડ્રગ્સનો નશો કરવા માટે રાજકોટમાંથી અનેક વખત ડ્રગ્સ ખરીદ કર્યું હતું, જ્યારે રાજકોટમાંથી ડ્રગ્સ નહોતું મળતું ત્યારે જામનગર જઇને ડ્રગ્સ ખરીદ કરી લાવ્યો હતો, જામનગરનો ક્યો શખ્સ ડ્રગ્સ આપી જતો તે અંગે તપાસ શરૂ કરાઈ છે.

રાજકોટ શહેરમાં ગાંજો, ચરસ, એમડી સહિતના માદક પદાર્થનું ધૂમ સેવન થઇ રહ્યું છે, યુવાનો જ નહી પરંતુ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ નશામાં ધૂત થયા છે,

પોલીસ અધિકારીઓ અત્યાર સુધીમાં કેટલા દરોડા પાડ્યા અને તેમાં કેટલો માદક પદાર્થ પકડ્યો તેવા આંકડા રજૂ કરી વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ વાસ્તવિક્તા અલગ છે.

શહેરમાં અનેક યુવતીઓ છે જે માદક પદાર્થનું સેવન કરી રહી છે, એટલું જ નહી આવા માદક પદાર્થની પાક્કી બંધાણી બની છે. જો દરરોજ નશો કરવા મળે નહી તો આવી યુવતીઓની માનસિક હાલત એટલી હદે ખરાબ થાય છે

કે તે બૂમબરાડા પાડવા લાગે છે અને નશો કરવા માટે કોઇ પણ હદે સમાધાન કરવા તૈયાર થઇ જાય છે.

આવી યુવતીઓની મજબૂરીનો અન્ય લોકો લાભ પણ ઉઠાવતા હોય છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અગાઉ જાહેરાત કરી હતી કે ડ્રગ્સનો નશો કરનારને નશો કર્યો છે

Read About Weather here

કે નહીં તે સ્થળ પર જ નક્કી કરી શકાય તેવી કીટનો જથ્થો ખરીદવામાં આવશે અને ડ્રગ્સનો નશો કરનારાઓને પકડવાની ઝુંબેશ શરૂ કરાશે. પરંતુ કમિશનર આ વાત જાણે ભૂલી ગયા હતા અને સ્થિતિ એ બની છે કે યુવકો જ નહીં, યુવતીઓ પણ નશામાં ડૂબી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here