ડોલર સામે યુરો ગગડયો…!

ડોલર સામે યુરો ગગડયો…!
ડોલર સામે યુરો ગગડયો…!
આ પ્રથમ વખત છે જયારે એક યુરોનું મૂલ્‍ય એક ડોલરથી નીચે ગયું છે. જો કે, યુરો પાછળથી પુનઃપ્રાપ્ત થયો અને હાલમાં USD ૧.૦૦૨૪ પર ટ્રેડ થઈ રહ્યો છે. વીસ વર્ષમાં પ્રથમ વખત યુરોપિયન યુનિયનનું ચલણ યુરોનું મૂલ્‍ય એક યુએસ ડોલરથી નીચે ગયું છે. યુરોનું મૂલ્‍ય એક ડોલર સામે ઘટીને $૦.૯૯ થયું છે.જયારથી યુરો અમલમાં આવ્‍યો ત્‍યારથી, તે હંમેશા ડોલર કરતાં વધુ મજબૂત ચલણ રહ્યું છે. પરંતુ યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્‍યા પછી યુરોમાં તીવ્ર ઘટાડો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

યુદ્ધ પછીથી અત્‍યાર સુધીમાં તેની કિંમતમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે. હવે યુરોનું મૂલ્‍ય ડોલરની નીચે ગયું છે. રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે યુરોપ ઈંધણની કટોકટીનો સામનો કરી રહ્યું છે. યુરોપ તેની ગેસની જરૂરિયાતના ૪૦ ટકા રશિયા પાસેથી આયાત કરતું હતું. પરંતુ લડાઈ ફાટી નીકળ્‍યા બાદ યુરોપિયન યુનિયને રશિયા પાસેથી તેલની આયાતમાં ઘટાડો કર્યો છે. માર્કેટમાં એવું સેન્‍ટિમેન્‍ટ છે કે રોકાણકારો તેમના પૈસા ઉપાડી શકે છે, તેથી ડોલરમાં મજબૂતી જોવા મળી રહી છે.

Read About Weather here

બીજી તરફ, ઉર્જા સંકટના કારણે સમગ્ર યુરોપમાં – ખાસ કરીને યુરોપિયન યુનિયનમાં ફુગાવો રેકોર્ડ સ્‍તરે છે, જેના કારણે આર્થિક મંદીની સ્‍થિતિ સર્જાઈ છે. યુરોપીયન સેન્‍ટ્રલ બેંકનું કહેવું છે કે તે ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્‍યાજદર વધારશે. આ નિર્ણય બાદ મંદીનો ભય વધુ ઘેરો બની શકે છે.બીજી તરફ અમેરિકામાં મોંઘવારી દર ૪૧ વર્ષના સર્વોચ્‍ચ સ્‍તરે પહોંચી ગયો છે, જેના કારણે તમામ કરન્‍સી નબળી પડી છે. આમાં યુરોનો પણ સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here