ડોલરીયા દેશમાં જવાના પ્રયાસોમાં પાટીદાર પરીવારની જીંદગી થીજી ગઈ

ડોલરીયા દેશમાં જવાના પ્રયાસોમાં પાટીદાર પરીવારની જીંદગી થીજી ગઈ
ડોલરીયા દેશમાં જવાના પ્રયાસોમાં પાટીદાર પરીવારની જીંદગી થીજી ગઈ

અમેરિકા-કેનેડા બોર્ડર પર ભયાનક ઠંડીને કારણે જાન ગુમાવનાર એક બાળકી સહિતનાં ચારેય ભારતીયો ગુજરાતી હોવાનું ખુલતા ચકચાર: ચારેય ગાંધીનગર જિલ્લાનાં ડીંગુચા ગામના હોવાનો અહેવાલ
ભારે દુ:ખ વ્યક્ત કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આપણા દેશમાં તક ઓછી હોવાથી અનેક પરિવારો કોઈપણ ભોગે અમેરિકા- કેનેડા જવા પ્રયાસો કરે છે

ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરવા જતા ભયાનક બરફ વર્ષા અને ઠંડીને કારણે એક બાળકી સહિત ચાર સભ્યોનો એક ભારતીય પરિવાર ઠંડીમાં થીજી ગયાની ઘટના બની હતી. એ પરિવાર ગુજરાતનો હોવાનું જાહેર થતા ભારે અરેરાટી પ્રસરી ગઈ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરૂણ ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, કાતિલ ઠંડીમાં સરહદ પર જ મૃત્ય પામેલા એક પરિવારનાં સભ્યો પાટીદાર સમાજનાં હતા.

Visit Saurashtra Kranti Homepage here

ચાર સભ્યોનો એ પરિવાર ગાંધીનગર જિલ્લાનાં ડીંગુચા ગામનો રહેવાસી હોવાનો એક અહેવાલ જણાવે છે. ગામનાં એક નાગરીકે એવું જણાવ્યું હતું કે, મારા પરિવારનાં કેટલાક સભ્યો કેનેડા છોડી ગયા હતા પણ એમનો કોઈ સંપર્ક થઇ શક્યો નથી.

દરમ્યાન આધારભૂત સુત્રો તરફથી એવા અહેવાલો આવી રહ્યા છે કે ભયાનક હિમતોફાન અને ઠંડીને કારણે અમેરિકામાં પ્રવેશવાના પ્રયાસો કરતા સમયે એક નાની બાળકી સહિત ચાર સભ્યોનો ભારતીય પરિવાર હિમ તોફાનમાં થીજીને મૃત્યુ પામ્યો છે. દરમ્યાન ગાંધીનગરનાં કલેકટર કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ડીંગુચા ગામનો એક પરિવાર કેનેડા ગયો હતો એ જાણવા મળ્યું છે. પણ ત્યાં મૃત્યુ પામેલો પરિવાર આ ગામનો જ હોવાની પાકી બાતમી મળી નથી. વિદેશ મંત્રાલય કે કેન્દ્રીય ગૃહખાતા તરફથી આ વિશે કોઈ માહિતી મળી નથી.

દરમ્યાન જગદીશ પટેલ એમના પત્ની અને બે બાળકો સાથે કેનેડા ગયા હોવાનું એમના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું. પણ ચારેયનો કોઈ સંપર્ક થયો ન હોવાથી કલોલ તાલુકામાં રહેતો એમનો પરિવાર ચિંતામગ્ન થઇ ગયો છે. એવું જગદીશનાં પિતરાઈ ભાઈ જશવંત પટેલે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે તપાસ કરીએ વિગતો જાહેર કરવી જોઈએ. દરમ્યાન ગુજરાતનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિના પટેલે સ્પષ્ટ એવો દાવો કર્યો છે કે, મૃત્યુ પામેલો એ પરિવાર પાટીદાર જ છે. નીતિન પટેલે આ કરૂણ ઘટના અંગે ભારે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી અને એવી તીખી ટકોર કરી હતી

Read About Weather here

કે, ભારતમાં કામ મળતું નથી એટલે લોકો અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલીયા તરફ ભાગે છે. અહીં કોઈ તકો મળતી નથી. એટલે મોટી સંખ્યામાં લોકો આદેશોમાં હિજરત કરી જાય છે. જંગી રકમ પણ ખર્ચે છે અને મોટા જોખમ પણ લેતા હોય છે. નીતિન પટેલે ઉમેર્યું હતું કે, એકવાર ગુજરાતીઓ અમેરિકા પહોંચે એટલે ચિંતા રહેતી નથી. કેમકે ત્યાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે. એમની મુખ્ય ચિંતા સરહદ ઓળંગવાની જ હોય છે. તેમણે કહ્યું હતું કે માર્યા ગયેલાપાટીદાર સમાજનાં સભ્યો છે અને આ દુ:ખદ ઘટના કઈ રીતે બની તેની તપાસ થવી જોઈએ. અહીં તો કોઈનું ભવિષ્ય ઉજળું નથી. લોકો ખૂબ અભ્યાસ કરે છે છતાં યોગ્ય નોકરીઓ મળતી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here