ડોક્ટરની દરિયાદિલી

ડોક્ટરની દરિયાદિલી
ડોક્ટરની દરિયાદિલી
કપરાડાના ઓઝરડા ખાતે રહેતી 6 વર્ષિય રાધિકા બાતરીને 1 ડિસેમ્બર 2020માં પારડી હોસ્પિટલમાં બાઇક સાથે અકસ્માત થયો હતો.પરિવારે ઇજા થયેલા પગમાં ઘા માટે દેશી પાટાવાળા પાસે સારવાર કરાવી હતી. કપરાડાની 6 વર્ષિય બાળકીનો બાઇક સાથે અકસ્માત બાદ પગમાં 4 ઇંચ હાડકુ નાશ પામતાં કોરોના કાળમાં સારવાર પારડી હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર શરૂ કરવામાં આવી હતી. કોરોના કાળથી લઇ અત્યાર સુધી એટલે કે બે વર્ષમાં પ્લાસ્ટીક સર્જરી પાંચ ઓપરેશન સહિત લાંબી સારવાર આપ્યા બાદ બાળકી સાજી થઇ છે. પરંતુ પાટો છોડતાં તૂટેલું હાડકું ઘાની બહાર દેખાતું હતું.
ડોક્ટરની દરિયાદિલી ડોક્ટર

Visit Saurashtra Kranti Homepage here

જેને ઇમરજન્સીમાં પારડી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી. માનવ આરોગ્ય કેન્દ્ર સેવા દ્વારા દર વર્ષે મેડિકલ કેમ્પ અને ઓપરેશન કરવામાં આવે છે. આ સમયે કેમ્પ ચાલુ હોવાથી 6 વર્ષિય ગરીબ પરિવારની દિકરીને દાખલ કરી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી.ટ્રસ્ટ દ્વારા 1 મહિના સુધી નિ:શુલ્ક સારવાર કરવામા આવી હતી. પરંતુ રાધાને વધુ લાંબી સારવારની જરૂર હતી. કારણ કે તેમનું 4 ઇંચ હાડકું ગાયબ એટલે બહાર નિકળી ગયુ હતું. તે પાછ‌ળ જતાં પરૂના કારણે સડીને નિકળી ગયુ હતું. 4 ઇંચ જેટલું હાકડું નાશ પામ્યુ હતું. કોરોના કાળમાં 2 વર્ષ સુધી સારવાર ચાલી હતી.

Read About Weather here

આ બે વર્ષ દરમિયાન બાળકીના પ્લાસ્ટીક સર્જરી પાંચ ઓપરેશન કરવામાં આવ્યા હતાં.બે વર્ષ બાદ બાળકી ચાલતી હરતી ફરતી થઇ હતી. રાધાનો પગ બચી ગયો હતો.પારડી હોસ્પિટલે સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક કરી હતી. બાળકીની સારવારમાં ડો.કેયુર પટેલ, ડો.આશુતોષ શાહ, ડો.એમ.એમ.કુરેશી,ડો.સંદીપ દેસાઇ, ડો.તેજલ સહિત 8 તબીબોની ટીમે અને સ્ટાફે બે વર્ષ ખુબ જ મહેનત કરી હતી. પારડી માનવ સેવા આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્ષોથી કપરાડા-ધરમપુર તાલુકામાં ફી મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે. ડો.એમ.એમ.કુરેશી,દિનેશ સાકરિયાના માર્ગદર્શન હેઠળ ચાલતાં આ કેમ્પમાં હવે ફી ઓપરેશનો પણ કરવામાં આવે છે. જેથી કપરાડાના ગરીબ પરિવારો માટે આ કેમ્પો આર્શિવાદરૂપ બની રહ્યાં છે.બાળકી સાજી થઇ જતાં નર્સિંગ સ્ટાફમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. પરિવારે તબીબોને આર્શિવાદ આપ્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here