ડોકટરના પુત્રને ઉપાડી રૂા.80 લાખ મળી જશે, આરોપીઓના મલીન ઈરાદા નાકામિયાબ

ડોકટરના પુત્રને ઉપાડી રૂા.80 લાખ મળી જશે, આરોપીઓના મલીન ઈરાદા નાકામિયાબ
ડોકટરના પુત્રને ઉપાડી રૂા.80 લાખ મળી જશે, આરોપીઓના મલીન ઈરાદા નાકામિયાબ
રૈયા રોડ પર હનુમાન મઢી નજીક નિર્મલા રોડ પર આવેલી નાગરિક બેંક સોસાયટીમાં રહેતા તબીબ પતિના ધોરણ-11 સાયન્સમાં ભણતાં 16 વર્ષના પુત્રને તેના જ ઘર નજીકથી રાત્રીના સવા નવેક વાગ્યે ઉઠાવી જવાનો પ્રયાસ થતાં ખળભળાટ મચી ગયો હતો. જો કે આ છાત્રએ ત્રણેય અપહરણકારોનો હિંમતપૂર્વક સામનો કરતા તે બચી ગયો હતો. ઝપાઝપીમાં તેને પગમાં ઇજા થતાં સારવાર લેવી પડી હતી. ગાંધીગ્રામ પોલીસે આ મામલે ગુનો નોંધી ક્રાઇમ બ્રાંચ સાથે મળી રાતભર તપાસનો ધમધમાટ આદર્યો હતો. જેમાં ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે જાહેર કરવામાં આવેલ વિગત મુજબ આ ગુન્હામાં 7 લોકોનું નામ ખુલ્યું છે. જેમાંથી પાંચને ગણતરીની કલાકોમાં પકડી પડાયા છે. જેમાં કેવલભાઇ રમેશભાઇ સંચાણીયા:- કીટનેપીંગનો પ્લાનિંગ કરનાર મુખ્ય સૂત્રધાર (2) સંજયભાઇ કાંતિભાઈ ડાભી (ઠાકોર) – કૈવલનો મિત્ર હોય અપહરણ કરવામાં અન્ય સહ આરોપીઓનો સંપર્ક કરી મુખ્ય ભૂમિકા ભજવનાર અને બનાવ સમયે પોતે ઇકો કારમાં હતા (3) સુરેશભાઇ બચુજીભાઇ ઠાકોર- સીમકાર્ડ તથા ગુન્હામાં ઉપયોગ થયેલ ઇકો કારની વ્યવસ્થા કરાવનાર, તથા ભોગ બનનારનું અપહરણ કરવાનો પ્રયત્ન કરનાર (4) ચીરાગભાઇ દેવાભાઇ ઠાકોર:- સીમાકાર્ડ આપનાર (5) સંજયભાઇ મનજીભાઇ ઠાકોર- ઇકો કારના માલીક તથા ડ્રાઇવિંગ કરનારની ધરપકડ કરી લેવામાં આવી છે અને અપહરણ કરવાનો પ્રયત્ન કરનાર જયપાલસિંહ રાઠોડ સુરેશસિંહની શોધખોળ શરૂ છે.

આ કામે મુખ્ય આરોપી કેવલ રમેશભાઇ સંચાણીયા તથા અન્ય આરોપીઓને પૈસાની લાલચે છેલ્લા 8 મહિનાથી કીડનેપીંગનો પ્લાન ઘડતા હતા અને આરોપી કેવલએ આરોપી સંજય ડાભીને અવાર-નવાર કીડનેપીંગ માટે ટીપ્સ આપેલ હતી કે પોતાના દૂરના સગા જીજ્ઞેશભાઇ ખંધેડીયા તથા તેના પત્નિ બંને ડોકટર છે અને પૈસાદાર છે જો તેમના દીકરા રોહીતને એક દિવસ સુધી કીડનેપીંગ કરી રાખશો તો તે આપણને માંગીએ તેટલા રૂપિયા આપશે અને જે રૂપિયા મળશે તે સરખા ભાગે વહેચી લેવાનું નક્કી કરી અવાર-નવાર કીડનેપીંગની વાતો કરતા હતા જેથી આરોપી સંજય ડાભીએ પોતાના મિત્ર જયપાલસિંહ રાઠોડને કીડનેપીંગ અને પૈસાની વાત કરતા તેને પણ રૂપિયાની જરૂર હોય હા પાડેલ હતી અને કીડનેપીંગમાં મોબાઇલ ફોનથી વાત કરવા સીમકાર્ડની જરૂર પડતા આરોપી સંજય ડાભીએ પોતાના મિત્ર સુરેશ બચુજી ઠાકોરને ઉપરોકત કીડનેપીંગની વાત કરી સીમકાર્ડની વ્યવસ્થા કરવાનું કહેતા સુરેશ ઠાકોરએ પોતાના મિત્ર ચીરાગ ઠાકોર પાસેથી બે સીમકાર્ડ તથા કીડનેપીંગ માટેની પોતાના સગા સંજય મનજી ઠાકોરની ઇકો કારની વ્યવસ્થા કરી આપેલ હતી.

બનાવના દિવસે (1) જયપાલસિંહ રાઠોડ, (2) સુરેશસિંહ (3) સુરેશ બચુજી ધામેચા (4) સંજય ડાભી (5) સંજય ઠાકોર એમ પાંચેય જણા ભોગબનનારનું અપહરણ કરવા ઘર પાસે ગયેલ હતા, જે પૈકી આરોપી જયપાલસિંહ રાઠોડ, સુરેશસિંહ,બચુજી ધામેચા ત્રણેય ભોગબનનારનું અપહરણ કરવા માટે ઇકોમાંથી નીચે ઉતરી ભોગ બનનાર પોતાના ઘરના દરવાજા પાસે ઉભા હોય જેથી આરોપીઓએ ભોગબનનારનું કીડનેપીંગ કરવા જતા ભોગબનનારે પ્રતિકાર કરી રાડા રાડ કરતા અપહરણ કર્તા પોતાની ઇકો કારમાં બેસી નાસી ગયેલ ત્યારબાદ પણ આરોપીઓ દ્વારા ભોગબનનાર ફરીયાદીને ફોન કરી રૂપીયા 80 લાખની ખંડણી આપવા માટે ધમકી આપેલ અને જો ખંડણીની રકમ નહી આપે તો ભોગબનાનર ફરિયાદીના પરિવારના તમામ સભ્યોને મારી નાખવાની ધમકી આપતા હતા.

Read About Weather here

તમામ આરોપીનો કારસો નિષ્ફળ જતાં રાજકોટ છોડી જતા રહ્યા હતા. પોલીસે ગુન્હામાં ઉપયોગ થયેલ નંબર વગરની ઇકો કાર તથા આરોપીઓના મોબાઇલ ફોનો નંગ-9 કબ્જે કર્યો છે. અને આરોપી જયપાલસિંહ અને સંજય ડાભી અગાઉ વેરા વસુલતા વિભાગમાં કામ કરતા હોવાનું પણ ખુલ્યું છે.અને મુખ્ય સુત્રધાર કેતન સંચાણીયાને ભોગબનનારના કાકા સાથે સંબધ હતા અને ઘરે પણ આવતો જતો રહેતો હતો. રૂપીયાની જરૂર પડતા આ કારસો ઘડ્યો હતો અને ખંડણીના રૂપીયાની ભાગબટાઇ પણ નક્કી કરી દેવામાં આવી હતી. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેકટર વાય,બી, જાડેજા, જેવી,ધોળા, પો.સબ.ઇન્સ, એમ.જે.હુણ, તથા એ.એસ.આઇ. પ્રતપાસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, તથા પો.કોન્સ, સંજયભાઇ રૂપાપરા, નગીનભાઇ ડાંગર, પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here