ડેન્ગ્યુ ફૂંફાળો મારે તે પહેલા પગલા લેવા માંગ

ડેન્ગ્યુ ફૂંફાળો મારે તે પહેલા પગલા લેવા માંગ
ડેન્ગ્યુ ફૂંફાળો મારે તે પહેલા પગલા લેવા માંગ

મ્યુ.કમિશનરને રજૂઆત કરતા પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર


મનપાનાં વોર્ડનં. 13 નાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરએ મ્યુ.કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે કે, ચોમાસાની ઋતુ પછી મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે. પરંતુ તંત્ર દ્વારા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જતા હોય છે અથવા તો સારું મુર્હૂત જોઈને કામગીરી ચાલુ કરતા હોય છે!

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડનં. 13 ની અંદર પછાત વિસ્તારોમાં જેવા કે આંબેડકર નગર, ખોડીયારપરા, લોધેશ્ર્વર, નવલનગર, અમરનગર જેવા વિસ્તારોની અંદર મચ્છરોનો ઉપદ્રવ વધી ગયેલ છે.
પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી. હાલ અમુક હોસ્પિટલોમાં ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે.

Read About Weather here

કોરોના જેવી મહામારીમાં હોસ્પિટલોમાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો, ત્યાં ડેન્ગ્યુ જેવી મહામારી વગર આમંત્રણે તંત્રની બેદરકારીથી લોકોને ડેન્ગ્યુ જેવી ભેટના મળે એ માટે ત્વરિત પગલા લેવા અમારી માંગણી છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here