ડિસેમ્બરમાં કુલ રૂા. 30 કરોડની રેકોર્ડબ્રેક વીજ ચોરી પકડાઈ

ડિસેમ્બરમાં કુલ રૂા. 30 કરોડની રેકોર્ડબ્રેક વીજ ચોરી પકડાઈ
ડિસેમ્બરમાં કુલ રૂા. 30 કરોડની રેકોર્ડબ્રેક વીજ ચોરી પકડાઈ

કુલ 97,196 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવેલ: કુલ 11,528 કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ

પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરઓ અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરઓની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ ડિસેમ્બર-2021 માસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન આશરે રૂ. 30 (ત્રીસ) કરોડ ની રેકોર્ડ બ્રેક પાવર ચોરી પકડી પાડેલ છે.

Read Saurashtra Kranti E-Paper here

વિવિધ ટીમો દ્વારા ડિસેમ્બર-21 માસમાં કુલ 97,196 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવેલ.જેમથી કુલ 11,528 કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ હતી. સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચોરીનું પ્રમાણ વધુ જોવા મળે છે. વીજ ચોરીના દૂષણને કારણે કંપનીને નાણાંકીય નુકશાન સહન કરવું પડે છે જેના કારણે સરકારી યોજનાઓ અંતર્ગત વીજ પુરવઠો પૂરો પાડવામાં અવરોધ આવે છે અને નિર્દોષ ગ્રાહકો પર આર્થિક ભારણ વધતું હોય છે.

સમયાંતરે વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન પીજીવીસીએલના અધિકારીઓએ / કર્મચારીઓ પર હુમલો થવાના ગંભીર બનાવો પણ બનતા રહે છે.

Read About Weather here

ડિસેમ્બર-21 માસમાં રાજકોટ શહેરમાં 17246 વિજ જોડાણ ચકાસણીમાંથી 1466 વિજ ચોરી પકડાય જેમાંથી 270.31 લાખની રકમ વસુલાય તેમજ રાજકોટ ગ્રામ્યમાં 15457 ચકાસણીમાંથી 1273 વિજચોરીમાંથી 300.64 લાખની રકમ, મોરબીમાં 8455 ચકાસણીમાંથી 667 વિજચોરી અને 232.82 લાખની રકમ, જામનગર 9905 ચકાસણીમાંથી 1507 વિજચોરી અને 477.97 લાખની રકમ સહિત અનેક જિલ્લામાં થઇને કુલ 11528ની વીજ ચોરી અને 2992.01 લાખની રકમ વસુલાય છે.

ઉપરાંત વીજચોરી કરતાં સમયે વીજ અકસમત થવાનો ભય પણ રહેલો છે અને ચોરી કરનાર પોતાનો જીવ પણ ગુમાવી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here