ઠંડી વચ્ચે વરસાદી ઝાપટાં…!

ઠંડી વચ્ચે વરસાદી ઝાપટાં…!
ઠંડી વચ્ચે વરસાદી ઝાપટાં…!
ભાવનગરમાં ગઈકાલ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં બે દિવસમાં વરસાદ વરસે એવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. ત્યારે આજે શનિવારે વહેલી સવારે જ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેથી ગુલાબી ઠંડી વચ્ચે પડેલા વરસાદને પગલે લોકોને સ્વેટરની સાથે સાથે રેઈનકોટ પણ પહેરવાની ફરજ પડી રહી છે. રાજ્યમાં એક બાજુ ગુલાબી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે, જેને પગલે ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, અરવલ્લી અને પંચમહાલ સહિતના પથંકમાં આજે વહેલી સવારે માવઠું પડ્યું હતું, જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો તેમજ ખેડૂતોના ઊભા પાકમાં પણ નુકસાનની ભીતિ જોવા મળી રહી છે,

Read About Weather here

જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ભાવનગર સહિતના વિસ્તારોમાં ગઈકાલ સાંજથી જ આકાશ વાદળછાયું રહેતાં મહા મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભાવનગર શહેર અને જિલ્લાના પંથકમાં વહેલી સવારે એકાએક વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ પંથકમાં વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આમ, ભરશિયાળામાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં.

ગુલાબી ઠંડી વચ્ચે વરસાદ વરસતાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો.હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં ગઈકાલે શુકવારે સવારથી જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું, જેના કારણે લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ 13 ડીગ્રી તાપમાન અટકતાં ફરી વખત ઠંડીનું જોર વધ્યું હતું. ભેજનું પ્રમાણ એકાએક વધીને 84 ટકાએ પહોંચ્યું હતું તો પવનની ઝડપ 22 કિમી પ્રતિ કલાક રહી હતી, ટાઢાબોળ પવનોને કારણે ભાવનગરમાં ઠંડીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.

ભાવનગર ઉપરાંત પંચમહાલના ગોધરા સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરશિયાળે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસતાં મકાઈ, કપાસ સહિતના પાકોમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે, જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઊભો થયો છે.આણંદ જિલ્લામાં પણ વહેલી સવારે વરસાદ ખાબક્યો હતો. તેમજ ખેડા જિલ્લાના નડિયાદ, મહુધા, પીજ, વસો, કણજરી, ચકલાસી, ઠાસરા વગેરે પંથકમાં માવાઠું થયું છે. તમાકું, ડાંગર, શાકભાજી સહિતના ખેતી પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

એકાએક વરસાદ પડતા ડાકોરમાં આવતા ભક્તો થોડા સમય માટે અટવાયા હતા.દાહોદ જિલ્લામાં ગતરાતથી જ ઠંડી વધી ગઇ હતી અને સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયાો હતો. ગમે ત્યારે વરસાદ વરસે એમ લાગતું હતું. ત્યારે જિલ્લાના સીંગવડ તાલુકામાં સૌપ્રથમ વરસાદ શરૂ થયો હતો. ત્યાર બાદ સંજેલી પંથકમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. એ બાદ ઝાલોદ અને ફતેપુરા તાલુકામાં પણ કમોસમી માવઠું થતાં લોકો ઠૂઠવાઈ રહ્યા છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મહા મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના મેઘરજ અને મોડાસા પંથકમાં સવારથી વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. મેઘરજના પંચાલ, કદવાડી વિસ્તારોમાં પણ વકરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદને કારણે ખેતીવાડીને નુકસાન થવાની સંભાવના છે. ખાસ કરીને જિલ્લામાં ઘઉં, ચણા, કપાસ અને સોયાબીનના પાકને નુકસાન થવાની સંભાવના છે. ત્યારે જિલ્લાના મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી અમી છાંટણાં આવ્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here