ટ્વિટર પર યુદ્ધ…!

ટ્વિટર પર યુદ્ધ…!
ટ્વિટર પર યુદ્ધ…!
કંપનીની તરફથી એ અંગે ન તો કોઈ પોલિસી ઘોષિત કરવામાં આવી છે કે ન તો યુઝર્સ તરફથી ટ્વીટ્સ દ્વારા ફરિયાદ પછી પણ ફોલોઅર્સ ઘટવાનું કારણ જણાવ્યું. માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર ગુરુવારે અચાનક સેંકડો યુઝર્સના ફોલોઅર્સની સંખ્યા ઘટી ગઈ.

Visit Saurashtra Kranti Homepage here

એમાં સામાન્ય યુઝર્સની સાથે અનેક સેલિબ્રિટી તથા નેતાઓ પણ સામેલ છે. આને કારણે યુઝર્સ વચ્ચે ટ્વીટર પર જ તેને લઈને ડિબેટ શરૂ થઈ ગઈ. યુઝર્સે કંપની પર આરોપ લગાવ્યો છે

કે પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા CEO બન્યા પછી જાણીજોઈને ફોલોઅર્સની સંખ્યા ઓછી કરવામાં આવી રહી છે. વિપક્ષી દળો સાથે સંકળાયેલા અનેક નેતાઓ અને તેમના સમર્થકોએ તેને પરાગ અગ્રવાલ અને ભાજપા વચ્ચેની મિલીભગત હોવાનું પણ કહ્યું.

ફોલોઅર્સ ઘટનારાઓએ એવી પણ ફરિયાદ કરી છે કે તેમનું એકાઉન્ટ રિસ્ટ્રિક્ટેડ કરવાનો મેસેજ આવ્યો અને ફરી વેરિફિકેશન કરવા માટે કહેવામાં આવ્યું. દાવો એવો પણ કરવામાં આવ્યો કે એકાઉન્ટ વેરિફાઈ કર્યા પછી ફોલોઅર્સની સંખ્યા આપોઆપ વધવા લાગશે.

એટલે કે તમારા ફોલોઅર્સના જેટલા એકાઉન્ટ વેરિફાઈ થશે એટલા જ ફરી તમારા ફોલોઅર્સ લિસ્ટમાં વધી જશે.યુઝર સતત ટ્વીટ કરીને તેની જાણકારી આપી રહ્યા છે. કહેવામાં આવે છે

કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિત તમામ મોટા નેતાઓના પણ ફોલોઅર્સ ખૂબ ઓછા થયા છે. ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનના પણ ફોલોઅર્સમાં ખૂબ ઘટાડો આવ્યો છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રી શર્મિષ્ઠાએ પોતાના લગભગ 3000 ફોલોઅર ઘટવાની ફરિયાદ કરી તો વુમન રાઈટર શેફાલી વૈદ્યએ ટ્વીટ કર્યુ કે રાતે 9.37થી 10.25 વચ્ચે તેમના લગભગ 800 ફોલોઅર ઘટી ગયા.

દિલ્હીથી કોંગ્રેસના ચાર વખતના ધારાસભ્ય મુકેશ શર્મા અને અનેક સેલિબ્રિટીએ પણ તેની ફરિયાદ ટ્વીટમાં કરી છે.યુઝર્સે આ વિવાદને લઈને ટ્વીટર પર જ ડિબેટ શરૂ કરી દીધી છે

તેના માટે #ParagStopThis # ફોલોઅર્સ પર હુમલા જેવા હેશટેગ સાથે કેમ્પેન ચલાવવામાં આવી રહ્યા છે.યુઝર્સનો આરોપ છે કે તેમના સેંકડોથી લઈને હજારો સુધીની સંખ્યામાં તેમના ફોલોઅર્સ ઓછા થઈ ગયા છે.

સોશિયલ મડિયા પર અત્યંત સક્રિય રહેનારા ડિફેન્સ એક્સપર્ટ આદિત્ય રાજ કૌલે ટ્વીટ કરીને એમ પણ કહ્યું છે કે જો તમારા ફોલોઅર્સ અચાનક ઓછા થઈ ગયા છે તો તમે એકલા નથી. ટ્વિટર ફોલોઅર્સના નામ પર એકત્ર બોટ્સ (ફેક ફોલોઅર્સ) ઘટાડી રહ્યું છે.

ટ્વિટરની કમાન સંભાળતા જ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે બુધવારે કેટલાક નવા નિયમ લાગુ કર્યા હતા. તેના પ્રમાણે કોઈપણ યુઝર્સ કોઈ અન્યના ફોટો કે વીડિયો તેમની સહમતિ વિના શેર નહીં કરી શકશે.

ટ્વિટરના અનુસાર કંપનીએ એ કદમ ઉત્પીડનને જોઈને ઉઠાવ્યું છે. ટ્વિટરે ગુરૂવારે 6 દેશનાં 3465 એકાઉન્ટને પર્મનન્ટ ડિલિટ કરવાની ઘોષણા પોતાના ઓફિશિયલ સેફ્ટી પોલિસી હેન્ડલ પર કરી છે પરંતુ આ 6 દેશોમાં ભારત સામેલ નહોતું.

આ દેશોમાં ચીન, મેક્સિકો, રશિયા, તાન્ઝાનિયા, યુગાન્ડા અને વેનેઝુએલા સામેલ છે.ટ્વિટરના કહેવા પ્રમાણે ઉત્પીડન વિરોધી નીતિઓને વધુ મજબૂત બનાવવાની છે

Read About Weather here

એ કારણથી એ કદમ ઉઠાવ્યું છે. આ નવી પોલિસીમાં ક્યાંય પણ ઉલ્લેખ નહોતો કે યુઝર્સના ફોલોઅર્સનો પણ કોઈ રિવ્યુ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here