ટ્રાફીકના એક ટીઆરબી જવાનને પોતાની ટીમમાં લેવા પીઆઇ ઉંધેમાથે??

ટીઆરબી જવાન પોતાની ટીમને મળતા પીઆઇનું ‘મન મોર બની થનગાટ કરે’!
ટીઆરબી જવાન પોતાની ટીમને મળતા પીઆઇનું ‘મન મોર બની થનગાટ કરે’!

વહીવટમાં અને અમુક ખાસ પોઇન્ટ પર મોટી કમાણી કરાવામાં માસ્ટર ટીઆરબી જવાનની બોલબાલા!: તેને પોતાની ટીમમાં લેવા માટે પીઆઇના ધમપછાડા: ચર્ચા

શહેરમાં છેલ્લા ઘણા સમયથી કથીત તોડકાંડની વાત બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ તોડકાંડમાં અનેક પોલીસ કર્મીઓ પર આક્ષેપો પણ થયા હતા અને ગૃહવિભાગ દ્વારા બદલીનો એક દોર પણ આવી ગયો અને બધાની બદલી પણ કરીદેવામાં આવી હતી. તેના સ્થાને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પીઆઇની પણ બદલી કરી દેવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

હાલમાં પોલીસ વિભાગમાં એક નવી વાત ચર્ચાના ચોકડોળે ચળી છે. પોલીસ અધીકારીઓની અલગ પોલીસ સ્ટેશનમાં બદલી થતા ટીમો પણ નવી બનતી હોય છે. તે જ રીતે એક પીઆઇ પોતાની ટીમમાં એક ટ્રાફીકના વોર્ડનને સામેલ કરવા માટે પુરતા પ્રયત્નો હાથ ધર્યો છે. અને થાય તેટલા પ્રયત્નો કરીને ટ્રાફીકના ટીઆરબી જવાનને પોતાની સાથે લેવા માટે ઉધાં માથે થઇ ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

લોકોના મનમાં એ પ્રશ્ર્ન થાય કે આ ટીઆરબી જવાનમાં એવી શું ખાસ વાત હશે કે જેને લઇને આટલી મથામણ પીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે?? પણ આ ટીઆરબી જવાનમાં અનેક ખાસ વાતો છે એટલે કે પોતે વહીવટ કરવામાં માસ્ટરી ધરાવે છે. આ ઉપરાંત શહેરના અમુક ખાસ પોઇન્ટ પર કમાણીનો મોનોપોલી પણ તે જાણે છે. આવી અનેક સિધ્ધીઓ ધરાવતો હોવાથી તેને પીઆઇ પોતાની ટીમમાં સામેલ કરવા માંગતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અત્યારે એક જ વાત થઇ રહી છે કે ના રાજ જોઇએ, ના તાજ જોઇએ, અમને તો બસ વહીવટી માસ્ટર ટીઆરબી જવાન જોઇએ…!

પીઆઇએ ધારેલા ઓરતા પુરા થશે કે કેમ તે આગામી સમય બતાવશે પણ હાલમાં તો વહીવટમાં માસ્ટરી ધરાવતા ટીઆરબી જવાનની બોલબાલ બજારમાં થઇ રહી છે. જુની કહેવત છે ને કે કમાઉ દીકરો કોને વ્હાલો ન હોય તે જ રીતે આ કમાઉ વહીવટમાં માસ્ટરી ધરાવતો ટીઆરબી જવાન સૌને વ્હાલો લાગે છે કારણ કે તેના કામ જ એવા હશે??!
આગામી સમય જ નક્કી કરી શકશે કે પીઆઇના ટીઆરબી જવાન પ્રત્યેના ઓરતા છે

Read About Weather here

તે પુરા થઇ શકશે કે નહીં પણ ટીઆરબી જવાન અત્યારે મનમાં ને મનમાં કદાચ મલકાતો હશે અને પોતાની કામગીરી પર હાથે ને હાથે પીથ થાબડતો હશે કે બજારમાં વહીવટ કરવાથી પણ નામ થઇ શકે છે!! પણ પીઆઇને મનમાં આશા છે જ કે કહેવત પ્રમાણે સમય સમય પ્રમાણે બધું જ ગોઠવાઇ જાય છે!, દુ:ખ અને સુખમાં પણ જીવન રંગાઇ જાય છે.! તે રીતે પોતાની વાત ગોઠવાઇ જ જશે અને ધાર્યા મિશન પણ પાર પડી જશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here