ટ્રાફિક-પોલીસના જવાન પર ISISનો હુમલો…!

ટ્રાફિક-પોલીસના જવાન પર ISISનો હુમલો...!
ટ્રાફિક-પોલીસના જવાન પર ISISનો હુમલો...!
20 સેકન્ડના આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જવાન ગાડીઓથી ભરેલા ટ્રાફિકને સંભાળી રહ્યો છે. આ દરમિયાન હાથમાં પિસ્તોલ લઈને એક આતંકી આવે છે અને તેના માથામાં ગોળી મારી દે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેનાથી જવાન રોડ પર પડી જાય છે. ત્યારે આતંકી બીજું ફાયર કરે છે. કુખ્યાત આતંકી સંગઠન ISISએ કાશ્મીરના રાજૌરીમાં બે દિવસ પહેલા ટ્રાફિક-પોલીસના એક જવાનને ગોળી મારવાની જવાબદારી લીધી છે. જવાબદારી લેવા માટે ISISએ એક જોરદાર વીડિયો બહાર પાડ્યો છે.

ફાયરિંગ કરતા આતંકી ધાર્મિક નારા લગાવે છે.આ હુમલો બુધવારે રાજૌરીના કદલ એરિયામાં થયો હતો. હવે તેની જવાબદારી ISISએ લીધી છે. જવાનની સ્થિતિ હાલ ગંભીર છે અને શ્રીનગરની SMHS હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

એમ કહેવાઈ રહ્યું છે કે આ હુમલામાં જે પિસ્તોલનો ઉપયોગ થયો હતો, તેનાથી ઓક્ટોબરમાં એક બિનકાશ્મીરી સ્ટ્રીટ વેન્ડરની હત્યા કરવામાં આવી હતી.સુરક્ષા દળોએ ગુરુવારે જ જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના એક આતંકી મોડ્યૂલનો ભાંડો ફોડ્યો હતો.

અહીં ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સેના અને SSBની સાથે મળીને પટ્ટન વિસ્તારના વુસનમાં આ આતંકીઓને ભાગતા પકડ્યા હતા.

આતંકીઓની ઓળખ બાંદીપોરા જિલ્લાના ગુંડ જહાંગીરના રહેવાસી આસિફ અહમદ રેશી, મેહરાજુદ્દીન ડાર અને ફૈસલ હબીબ લોનના રૂપમાં થઈ છે. કાશ્મીરમાં ગત મહિને આતંકીઓએ ઘણા સામાન્ય લોકોની હત્યા કરી ચૂક્યા છે.

તેમાં શ્રીનગરમાં રહેતા એક કાશ્મીરી પંડિત દવા કારોબારી, એક કાશ્મીરી પંડિત ટિચર, શીખ સમુદાયની મહિલા પ્રિન્સિપાલ, એક બિહારી સ્ટ્રીટ વેન્ડર અને એક બાંદીપોરનો નાગરિક સામેલ છે.

Read About Weather here

સુરક્ષા દળોએ જણાવ્યું કે તપાસ દરમિયાન એ વાત જાણવા મળી છે કે ત્રણે આતંકીઓના સ્લીપર સેલ તરીકે કામ કરે છે. આ વર્ષે 17 નવેમ્બરે પલહલાનમાં થયેલા ગ્રેનેડ હુમલામાં પણ તે સામેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here