ટ્રાફિક નિયમ તોડનારા રીઢા ગુનેગાર નથી : હર્ષ સંઘવી…!

ટ્રાફિક નિયમ તોડનારા રીઢા ગુનેગાર નથી : હર્ષ સંઘવી…!
ટ્રાફિક નિયમ તોડનારા રીઢા ગુનેગાર નથી : હર્ષ સંઘવી…!

ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં પ્રથમ વાર ડ્રગ્સ રીવોર્ડ પોલીસી બનાવવાનુ કાર્ય કર્યું છે. ગૌરવ સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોરોના કપરાકાળ દરમિયાન પોલીસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરીને સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

આ સાથે ટ્રાફિક નિયમન તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઇએ એવી ટકોર કરી હતી. કોરોના કપરાકાળ દરમિયાન પોલીસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરીને સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે તેમણે ટ્રાફિક નિયમ તોડનારા નાગરિકો સાથે માનવતાપૂર્વક વ્યવહાર કરવાની ટકોર પણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય માનવી સાથે સારો સાલશભર્યો વ્યવહાર થાય તે જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 63 દિવસમાં 67 કેસોમાં 1350 કરોડનુ ડ્રગ્સ પકડીને ગુજરાત પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજ્યની શાંતિ, સલામતી અને સુરક્ષાએ ગુજરાતની પોલિસને આભારી છે.

તેમણે કહ્યું કે, આગામી સમયમાં પોલીસ કર્મયોગીને રહેવા માટે મકાનો મળી રહે તે માટે હાઉસીંગ પોલિસી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. પોલીસની કોઈ મુશ્કેલીઓને હશે તે તેનું સુખદ નિરાકરણ લાવવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, પોલીસ કર્મયોગીઓ નોકરી દરમિયાન અને રિટાયર્ડ થયા બાદ રહેવા માટે મકાનો મળે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સાયબર ક્રાઇમ ડિટેકશન કરવા માટે અદ્યતન ટેકનોલોજી સાથેના સાધનો સુરતને મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતમાં 26 હજાર નવી પોલીસ ભરતીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે થાય તે માટે પણ કાર્ય થઈ રહ્યું છે.

જો પોલીસ જવાનોના પ્રશ્નો હશે તો તેનું ચોક્કસ નિરાકરણ કરવામાં આવશે તેવી હૈયાધરપત તેમણે આપી હતી. આગામી સમયમાં નવી ટી.પી.સ્કીમો પડે ત્યારે પોલીસ સ્ટેશન માટેની જગ્યાની પણ ફાળવણી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

પોલીસ પાસેથી પોલીસને ઘણી અપેક્ષાઓ છે અને પોલીસ ચોરી જેવા ગુનાઓમાં જો ફરિયાદી પોલીસ સ્ટેશને આવે અને પોલીસ એક ગ્લાસ પાણી પણ આપે તો સામેની વ્યકિતની ભાવના પોલીસ પત્યેની બદલાય જાય.

સામાન્ય માનવીને અભયદાન આપવાનું કાર્ય પોલીસ જવાનોએ મક્કમતાપૂર્વક કરવાનું છે તેમ જણાવીને શહેર પોલીસ દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન લેન્ડ માફીયાઓ વિરૂધ્ધ કરવામાં આવેલી કામગીરી, બળાત્કારીઓને ઝડપી ચાર્જશીટ,

ગુજ સી ટોક હેઠળની કામગીરી, ડ્રગ્સ વિરૂધ્ધ અભિયાન, સાયબર સંજીવની હેઠળ 30 લાખ નાગરિકોને તાલીમ જેવા અનેકક્ષેત્રોમાં પોલીસે કરેલી શ્રેષ્ઠ કામગીરીને વિગતો તેમણે આપી હતી.

Read About Weather here

પોલીસ કમિશનર અજય તોમરે પોલીસ દ્વારા થઈ રહેલી કામગીરી બાબતે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન સામાન્ય માનવીઓને ફ્રૂડ પેકેટ, દવા વિતરણ જેવી સંવેદશીલ કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ગુનેગારો સામે કઠોર અને મક્કમતા સાથે પાસા હેઠળ કામગીરી કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here