ટ્રકની પાછળ ઇકો કાર ઘુસી જતા પાંચ શ્રમિકોને ઇજા

ટ્રકની પાછળ ઇકો કાર ઘુસી જતા પાંચ શ્રમિકોને ઇજા
ટ્રકની પાછળ ઇકો કાર ઘુસી જતા પાંચ શ્રમિકોને ઇજા

ફાયર બ્રિગેડની ટીમે કારનું કટીંગ કરી ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ; પાંચેય શ્રમિકો કડિયા કામની મંજૂરી કરવા જામનગર જતા’તા

રાજકોટ – કુવાડવા રોડ પર સિક્સલન બનાવવાની કામગીરી ચાલુ છે. આમ છતાં આ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાવાના અટકતા જ નથી.આજે સવારે કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે વહેલી સવારે ચારેક વાગ્યે રાજકોટ તરફ આવી રહેલી ઇકો કાર ટ્રક પાછળ ઘુસી જતાં બૂકડો થઇ ગઇ જતા કારમાં બેઠેલા રાજસ્થાનના પાંચ મજૂરોને ગંભીર ઇજાઓ થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. બનાવ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયુ કરી પતરા ચીરીને ફસાયેલાઓને બહાર કાઢી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ વહેલી સવારે સાત હનુમાન પાસે ઇકો કાર જીજે૦૧આરએન-૨૮૯૬ નંબરની કાર આગળના ટ્રક નં. જીજે૩એલટી-૮૪૮૪ પાછળ ધડાકાભેર અથડાતાં ઇકોમાં બેઠેલા મુળ રાજસ્થાનના રૂપનારાયણ મુનિલાલ રાજપૂત (ઉ.વ.40), વસંત રામેશ્વર (ઉ.વ.30), પ્રદિપ લોહનસિંગ (ઉ.વ.30), સિરજુ (ઉ.વ.40) અને રિન્કુ રામનાથસિંગ (ઉ.વ.25)ને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.અકસ્માતના બનાવ અંગેની જાણ થતાં કુવાડવા પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

અકસ્માતને કારણે ઇકો કાર ટ્રક પાછળ ફસાઇ ગઇ હોઇ તેમાંથી ત્રણ ઘાયલોને લોકોએ બહાર કાઢી લીધા હતાં. બીજા બે ફસાઇ ગયા હોઇ ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમના હાર્દિકભાઇ ગઢવી સહિતની ટીમે પહોંચી હાઇડ્રોલિક સોકર તથા કટરની મદદથી ઇકોના પતરા કાપી ફસાયેલાઓને રેસ્કયુ કરી બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતાં.

Read About Weather here

આ તમામ મુળ રાજસ્થાનના વતની છે અને અમદાવાદથી રાતે ઇકોમાં બેસી જામનગર કડીયા કામની સાઇટ પર મજૂરીએ જવા નીક્ળ્યા હતાં ત્યારે સાત હનુમાન પાસે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. 108 ના ભાવેશભાઇ સહિતે ઘાયલોને હોસ્પિટલે પહોંચાડ્યા હતાં. અહિથી વધુ સારવાર માટે સવારે તમામને અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here