ટુ-ફોર વ્હીલરના મનપસંદ નંબર મેળવવાની તક

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, દ્વારા મોટરસાયકલ પ્રકારના વાહનો માટેની ૠઉં-03-ખઉં સીરીઝ તથા અગાઉની સીરીઝના બાકી ગોલ્ડન તથા સિલ્વર નંબરોના રીઇ-ઓકશન તા.3 જૂનના રોજ શરૂ કરવામાં આવનાર છે. ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. 8000 જયારે સિલ્વર નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. 3500 રાખવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

પસંદગીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરો મેળવવા માટે તા.31 થી તા.2-6 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તથા તા.3-6 ના રોજ રાત્રીના 12 કલાકથી તા.4-6 ના રાત્રીના 12 કલાક સુધી ઓનલાઈન ઈ-ઓક્શન ખુલ્લુ રહેશે. ઓકશન પૂર્ણ થયે ઇ-ઓકશન પુર્ણ થયે તા.5-6 ના રોજ રાત્રીના 12-15 કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ પરીણામ પરીવહન સાઇટ પર ઓનલાઇન જોઇ શકાશે.

Read About Weather here

ઈ-ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ – 5 માં ઈ-પેમેન્ટથી ભરી દેવી તેમજ હરરાજીમાં નિષ્ફળ ગયેલ ઉમદેવારને દિવસ પાંચમાં નાણાં પરત કરવામાં આવશે. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયુ છે. એ જ રીતે મોટરકાર પ્રકારના વાહનો માટેની ૠઉં-03-ખઇં સીરીઝ તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન તથા સિલ્વર નંબરોના રીઇ-ઓકશન હવે તા.3 જૂનના રોજ કરવામાં આવનાર છે. ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. 40000 જયારે સિલ્વર નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ.15000 રાખવામાં આવેલ છે. અન્ય પ્રક્રિયા એક સમાન રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here