ટી.પી. સ્કીમ નં.77 (વાજડી ગઢ)ની મંજુરી માટે સરકારમાં મુકાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

શહેરી વિકાસ સત્તા મંડળની 165 મી બોર્ડ બેઠક મળી
2020-21ના કુલ રૂ.186.57 કરોડની આવક તથા રૂ.279.20 કરોડના ખર્ચ ને મંજૂરી આપતા વાર્ષિક હિસાબને બહાલી આપવામાં આવી

આજે રાજકોટ શહેરી વિકાસ સતામંડળની 165 મી બોર્ડ બેઠક રૂડાના ચેરમેન અમિત અરોરાની અધ્યક્ષતામાં રૂડા ખાતે મળેલ હતી.\આ બોર્ડ બેઠકમાં નાણાંકીય વર્ષ 2020-21ના કુલ રૂ.186.57 કરોડની આવક તથા રૂ.279.20 કરોડના ખર્ચને મંજૂરી આપતા વાર્ષિક હિસાબને બહાલી આપવામાં આવી. તેમજ રૂડા દ્વારા વિક્રમજનક સમયમાં બનાવાયેલ ટી.પી.સ્કીમ નં. 77 (વાજડી ગઢ) માટે રજુ થયેલ વાંધા સુચનો બોર્ડ સમક્ષ મુકવામાં આવેલ,

Visit Saurashtra Kranti Homepage here

જે અંગે ચર્ચા વિચારણાના અંતે નિયમોનુસાર આ ટી. પી. સ્કીમ સરકારમાં સત્વરે મોકલવા નક્કી કરાયેલ. આ ઉપરાંત લાપાસરી ગામથી રિંગ રોડ-2 (ફેઝ-3) ને જોડતા 1. 00 કિમી લંબાઈના અંદાજીત રકમ રૂ.1.04 કરોડના ખર્ચે કરવાના કામને મંજૂરી આપવામાં આવેલ.

આ બોર્ડ બેઠકમાં રૂડા ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, રિજિયોનલ કમિશનર (નગરપાલિકાઓ)ના ધીમંતકુમાર વ્યાસ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રૂડાના સી.ઈ.એ. એન.એફ. ચૌધરી, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે જે.પી પટેલ તથા છખઈના સિટી એન્જીનિયર દોઢીયા, હાજર રહેલ હતાં.
બોર્ડ બેઠકમાં ટી.પી.સ્કીમ નં. 77(વાજડી ગઢ)ના વાંધાસુચનોનો નિકાલ ગુજરાતના શહેરોના ઝડપી અને સુનિયોજિત વિકાસ

બાબતની સરકારની પ્રાથમિકતાને ધ્યાને લઈ, રૂડા દ્વારા ફક્ત ત્રણ (5) મહિનાના વિક્રમજનક સમયમાં ટી.પી.સ્કીમ નં. 77(વાજડી ગઢ)નો મુસદ્દો ઘડી, ઓનર્સ મિટિંગ પૂર્ણ કરી આજે બોર્ડ મિટિંગમાં રજુ થયેલ વાંધા સુચનો ચર્ચા માટે મુકવામાં આવેલ.હવે આ સ્કીમ સરકારની મંજૂરી અર્થે સાદર કરવામાં આવશે.

ઇરાદો જાહેર કર્યા તારીખથી ઓનર્સ મિટિંગની કામગીરીનો સમય 7 થી 10 માસ તા.27.08.21 રોજ ઇરાદો જાહેર કરી તા.28.09.21 ના રોજ ઓનર્સ મિટિંગ યોજવામાં આવેલ. અંદાજે 1 માસમાં જમીન માલિકોના વાંધા-સૂચનો મેળવી તે અંગે નિર્ણય કરી બોર્ડની મંજૂરી મેળવી સરકારની મંજૂરીએ સાદર કરવાનો સમય 1માસ માટે વાંધા-સૂચનો મેળવવાનો

સમય ત્યાર બાદ 1-માસમાં બોર્ડની મંજૂરી મેળવવાનો સમય 2 થી 3 માસનો સમય તા.28.09.21 અને 27.10.21 સુધી વાંધા-સૂચનો મેળવી આજે બોર્ડની મંજૂરી મેળવી સરકારને રજૂ કરવામાં આવશે.અંદાજે 4 માસ 1 દિવસમાં કુલ 9 માસથી 12 માસ કુલ 5 માસ 1 દિવસ આમ, સામાન્ય રીતે એક વર્ષમાં તૈયાર થતી ટી.પી. સ્કીમ રૂડા દ્વારા માત્ર 150 દિવસ જેટલા સમયમાં તૈયાર કરી સરકારમાં મોક્લવા આજે બોર્ડની મંજુરી લેવામાં આવેલ હતી.

Read About Weather here

અધિનિયમની જોગવાઈ અનુસાર ટી.પી.સ્કીમનો ઇરાદો જાહેર થયેથી તે વિસ્તારમાં વિકાસ પરવાનગીની કામગીરી સ્થગિત કરવાની થાય. પરંતુ રૂડા દ્વારા વિક્રમજનક ટૂંકા સમયમાં ટી.પી. સ્કીમનો મુસદ્દો ઘડી સરકારની મંજૂરીએ સાદર કરવાને કારણે આ વિસ્તારનો વિકાસ ફક્ત ત્રીજા ભાગના સમય માટે જ સ્થગિત થશે. વિકાસ પરવાનગીની કામગીરી ટુંક સમયમાં પુન: શરૂ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here