ટીબી સામે જાહેર આરોગ્યમાં મળેલી સફળતાની સમીક્ષા માટે તમામ રાજ્યોની બેઠક

ટીબી સામે જાહેર આરોગ્યમાં મળેલી સફળતાની સમીક્ષા માટે તમામ રાજ્યોની બેઠક
ટીબી સામે જાહેર આરોગ્યમાં મળેલી સફળતાની સમીક્ષા માટે તમામ રાજ્યોની બેઠક

સહકારપૂર્વક અને સહયોગપૂર્ણ પ્રયાસો વધુ ઝડપથી સહિયારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં પ્રબળપણે યોગદાન અપાશે: મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી મનસુખ માંડવિયાએ કેન્દ્રીય રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડો. ભારતી પ્રવીણ પવારની ઉપસ્થિતિમાં રાજ્યોના આરોગ્યમંત્રીઓ અને તમામ રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશોના અગ્રસચિવો /અધિક મુખ્યસચિવો સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારો દ્વારા કેન્દ્રિત અને સઘન પ્રયાસોના પરિણામ રૂપે ટીબી વિરોધી જંગમાં થયેલી પ્રગતિની સમીક્ષા માટે આ સંવાદ યોજવામાં આવ્યો હતો.

કેન્દ્રીય આરોગ્યમંત્રીએ ટીબી નાબૂદ કરવા માટે લક્ષ્યને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલા પ્રયાસો અંગે આનંદ વ્યક્ત કર્યો હતો અને નિયમિત ધોરણે સંવાદ યોજવાનું સૂચન કર્યું હતું જેથી રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેષ્ઠ રીતો અંગે ચર્ચા થઇ શકે અને તેનું અનુકરણ કરી શકાય.

Read National News : Click Here

કેન્દ્રીય આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વ સામાન્ય નીતિઓના કેન્દ્રીત અને અસરકારક અમલીકરણ માટે અને સંયુક્ત રીતે લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આનાથી ખૂબ જ પ્રબળ યોગદાન મળી રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, સહકારપૂર્ણ અને સહયોગ પૂર્ણ પ્રયાસોથી વધુ ઝડપથી સહિયારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં ખૂબ જ મજબૂત યોગદાન મળી રહેશે.

ટીબી નાબૂદ કરવા માટેના આ મિશનમાં આપણી સાથે સામાન્ય લોકોને જોડવા માટે આપણે તેમને પ્રોત્સાહિત કરવાના છે. આ કાર્યને લોકોની પહેલ બનાવવાનું છે.
માંડવિયાએ ખાત્રી આપી હતી કે, 2025 સુધીમાં દેશમાંથી ટીબી નાબૂદ કરવાનું પ્રધાનમંત્રીનું સપનું પૂરું કરવા માટે ટ્યૂબર ક્યૂલોસિસ સંબંધે રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી આવતા તમામ સૂચનોને કેન્દ્ર સરકાર દ્વારા મુક્ત રીતે આવકારવામાં આવશે. તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ અંગે જાહેર આરોગ્ય વ્યવસ્થાપન તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અન્ય કાર્યક્રમો અને પહેલોના સંદર્ભમાં સૂચનો પૂરાં પાડવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

ટીબી કાર્યક્રમમાં કામ કરી રહેલા તમામ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના કાર્યોની અસરો અંગે વિગતો આપી હતી તેમજ 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવા માટે આ ચળવળને સમર્થન આપવાની તેમની ભાવિયોજનાઓ જણાવી હતી.

Read About Weather here

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, અધિકસચિવ (આરોગ્ય) સુશ્રી આરતી આહુજા, અધિકસચિવ (આરોગ્ય) ડો. મનોહર અગનાની અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here