‘ટિકટોક ગર્લ’ ફરી વિવાદમાં…!

'ટિકટોક ગર્લ' ફરી વિવાદમાં…!
'ટિકટોક ગર્લ' ફરી વિવાદમાં…!
વિવાદાસ્પદ ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાઇરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અગાઉ સુરત અને બાદમાં સેટેલાઈટ ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

બે મહિના અગાઉ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાઇરલ કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે. અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં કોમલ પંચાલ નામની મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલ ચર્ચામાં રહેતી હોય છે ( ફાઈલ ફોટો)

જે કેસમાં આ ગુનામાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હતો. કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી. જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

સુરત બાદ સેટેલાઇટ હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો.

Read About Weather here

અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષે સમાધાન કર્યું હોવાની ચર્ચા હતી ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતા હાલ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે છેડતી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ કેસમાં ખરેખર કીર્તિ પટેલની ધરપકડ થાય છે કે પછી અગાઉના કેસની જેમ સમાધાન થાય છે એ અંગે અટકળો થઈ રહી છે.

અવનવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે ( ફાઈલ ફોટો).

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here