ટાઉન પ્લાનિંગ શાખાનાં અધિકારી સામે પોલીસમાં અરજી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

વોર્ડ નં.9નાં રાજપ્લાઝા બિલ્ડીંગમાં રહેતા રહેવાસીઓની
ગુંડાઓ મોકલીને મકાન ખાલી કરાવતા હોવાનો આક્ષેપ

શહેરનાં વોર્ડ નં.9 માં આવેલ રાજપ્લાઝા બિલ્ડીંગની બાજુનાં ભાગે આવેલ ઝુંપડીપટ્ટીનાં રહેવાસીઓએ શહેર પોલીસ કમિશનરને અરજી કરી હતી. અરજીમાં જણાવ્યું હતું કે, તે પોતાના રહેણાંકની જગ્યાએ પીપીપીનાં નામે ભૂમાફિયાઓ તથા લુખ્ખા તત્વો માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં મગનભાઈ પટેલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ટાઉન પ્લાનિંગ શાખાનાં અધિકારી એમ.બી. સાગઠીયા તથા મુંધવા દ્વારા અવારનવાર ધમકીઓ આપીને ગુંડાઓ મોકલીને મકાન ખાલી કરવાનું કહે છે. અગાઉ રાધેકૃષ્ણ સોસાયટીમાં બનેલ બનાવ જેવો બનાવ ફરી ન બને તે માટે રહેવાસીઓ દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

છતાં પણ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. અમને આશા છે કે, અમારી આ અરજીને યોગ્ય જવાબ મળશે અને ત્રાસ આપતા તત્વોને કાયદાનું ભાન કરાવાશે. રાજકોટ મનપાનાં ટીપી અધિકારી સામે પોલીસ કમિશનરમાં અરજી થતા અનેક તર્ક- વિતર્કો સર્જાય રહ્યા છે. આગામી દિવસોમાં પોલીસતંત્ર દ્વારા અરજીનાં અનુસંધાનને શું પગલા લેવામાં આવશે તે જોવાનું રહ્યું.હું તો ઠીક અમારી શાખાનો પટ્ટાવાળો પણ ત્યાં નથી ગયો: એમ.ડી.સાગઠીયા

રાજકોટ: ટાઉન પ્લાનિંગ શાખાનાં અધિકારી એમ.ડી.સાગઠીયાએ અરજીનો જવાબ આપતા જણાવ્યું હતું કે, અમારે તે જગ્યા સાથે કો લેવાદેવા નથી હું તો ઠીક અમારી શાખાનો પટાવાળો પણ ત્યાં નથી ગયો અને મુંધવાનું જે નામ છે તેવું કોઈ છેલ્લા પાંચ વર્ષથી અમારી શાખામાં છે જ નહીં. આ આપેલી અરજી ખોટી છે. અમારી શાખાને તેની સાથે કંઈ લેવાદેવા નથી. અમારા નામ ખોટા લખવામાં આવ્યા છે. કોર્પોરેશન જો કોઈ જગ્યાએ જાય કોઈ નોટીસ આપ્યા બાદ કાર્યવાહી કરતુ હોય છે. આ જમીનમાં કોર્પોરેશનનું રીઝર્વેશન પણ છે નહીં. તેથી અમારો કોઈ રોલ હોય શકે નહીં. જો કોર્પોરેશનને ખાલી કરાવવું હોય તો નોટીસ આપીને પોલીસ સ્ટાફની સાથે ડીમોલીશન કરતુ હોય છે. કોઈ બીજાએ જઈને અમારા નામનો ખોટો ઉપયોગ કરેલો હોવો જોઈએ.સાચું કોણ? રહેવાસીઓ કે ટીપી અધિકારી!

Read About Weather here

વોર્ડ નં.9 માં રાજપ્લાઝા બિલ્ડીંગ પાસે આવેલ ઝુંપડપટ્ટીનાં રહેવાસીઓએ ટીપી અધિકારી સહિતનાંઓ સામે પોલીસમાં અરજી કરી હતી. સતત માનસિક ત્રાસ તેમજ ધાક ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.આ મામલે ટીપી અધિકારી સાગઠીયા એવું કહે છે કે, હું તો ઠીક અમારી શાખાનો કોઈપણ અધિકારી ત્યાં ગયો નથી અને અમારું નામ ખોટી રીતે ઉછાળવામાં આવ્યું છે. તો પ્રશ્ર્ન એ થાય છે ટીપી અધિકારીનું નામ ઉડાડવા પાછળ રહેવાસીઓનો શું રોલ હોય શકે? રહેવાસીઓ દ્વારા ખોટી તો અરજી કરી જ ન હોય ને. ટીપી શાખા દ્વારા શું કાઈ છુપાવવામાં આવી રહ્યું છે. એ તમામ હકીકતો ખૂબ જ ઉંડાણપૂર્વક તપાસનો વિષય છે. સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવામાં આવે તો સાચું કોણ તે ખબર પડી જશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.(.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here