ટપોરીઓની ટોળકી ઢરી વળી…!

ટપોરીઓની ટોળકી ઠરી વળી...!
ટપોરીઓની ટોળકી ઠરી વળી...!
ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, નવાપુરા પોલીસ સ્ટેશનની શી ટીમ સાદાવેશમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કહાર મહોલ્લાના નાકા પાસે ઇરફાન ઉર્ફે રાજા અજીજખાન પઠાણ (રહે. નવાપુરા મુસ્લિમ મહોલ્લો, વડોદરા) નામના શખસે સાદા ડ્રેસમાં પસાર થઇ રહેલી ત્રણ મહિલા કોન્સ્ટેબલને હાથથી અભદ્ર ઇશારો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ ઇશારો કરતાં જ આરોપી ઇરફાન કંઇ સમજે એ પહેલાં તો મહિલા પોલીસની ટીમે તેને ઝડપી લીધો હતો અને પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ આવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વડોદરા શહેર પોલીસની શી ટીમ દ્વારા રોડ રોમિયોને પકડી પાડવા માટે અભિયાન છેડાયું છે.

છેલ્લા 5 દિવસમાં 11 જેટલા રોડ રોમિયોને શી ટીમે ઝડપી પાડ્યા છે. વડોદરામાં જાહેર રોડ પર યુવતીઓની છેડતી કરતાં અસામાજિક તત્ત્વો અને ટપોરીઓને ઝડપી લેવા માટે શી ટીમ દ્વારા ખાનગી વેશમાં હાજર રહી કાર્યવાહી કરવામાં આવી રહી છે,

જેમાં શહેરના નવાપુરા વિસ્તારમાં બાતમીના આધારે મહિલા પોલીસ સાદા વેશમાં પસાર થતી હતી ત્યારે એક ટપોરીએ તેને જ હાથથી અભદ્ર ઇશારો કર્યો અને પકડાઇ ગયો હતો. પોલીસે આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અને એનો વીડિયો ઉતાર્યો હતો.

શહેરના જે.પી.રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનફાર્મા રોડ મહારાજા ચાર રસ્તા પાસે સાંજના સમયે ફકીર મહમંદ ઘોરી (રહે. ઝમઝમ પાર્ક, ફૈઝ સ્કૂલ પાસે, તાંદલજા, વડોદરા) અને

અકીબ મુસ્તાકભાઇ પટેલ (રહે. અલીફનગર-2, મરિયમ કોમ્પ્લેક્સ સામે, તાંદલજા, વડોદરા) આવતી-જતી મહિલાઓને બીભત્સ ચેનચાળા કરતા હતા. આ દરમિયાન મહિલા પોલીસકર્મીઓએ બંનેને ઝડપી લીધા હતા.

વડોદરામાં રોડ રોમિયો દ્વારા રસ્તે જતી મહિલાઓની છેડતીના વધતા બનાવોમાં પાણીગેટ પોલીસે બે દિવસ પહેલાં ત્રણ રોડ રોમિયોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પાણીગેટ પોલીસની શી ટીમ દ્વારા રોડ રોમિયોને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવી હતી.

Read About Weather here

જ્યાં ત્રણ દિવસની મહેનત બાદ બાઇક પર આવેલા ત્રણ રોડ રોમિયોને પોલીસે ઝડપી પાડ્યા હતા. એટલું જ નહીં, પોલીસે છેડતી કરતા રોડ રોમિયો પાસે રિક્રિએશન કરાવ્યું હતું.અવાવરા રસ્તા પર જતી યુવતીઓને સીટી મારી હેરાન કરવાની અને શારીરિક છેડતી થતી હોવાની ફરિયાદો પાણીગેટ પોલીસને મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here