ઝૂ ખાતે ઘુડખર તથા ચૌશિંગાનું આગમન

ઝૂ ખાતે ઘુડખર તથા ચૌશિંગાનું આગમન
ઝૂ ખાતે ઘુડખર તથા ચૌશિંગાનું આગમન

ઘુડખર કલાકના 50 થી 55 કિ.મી.ની ઝડપે સહેલાઈથી દોડી શકે છે
રાજકોટ પ્રાણી ઉધાન ખાતે જુદી-જુદી 57 પ્રજાતિઓના કુલ 456 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત: માહિતી આપતા મેયર, સ્ટે. ચેરમેન, બાગ-બગીચા ચેરમેન તેમજ મ્યુ.કમિશનર

મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

સક્કરબાગ ઝૂ, જુનાગઢ ખાતેથી રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે દુર્લભ પ્રાણી ઘુડખર જોડી 01 (નર-01, માદા-01), ચૌશિંગા જોડી 01 (નર-01, માદા-01) તથા વરૂ માદા – 01 લાવવામાં આવેલ છે

તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌસ્વામીએ સંયુક્ત યાદીમાં જણાવેલ છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 57 પ્રજાતિઓનાં કુલ 456 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે.

ભારતીય ઘુડખર:- ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ ધારા – 1972 મુજબ ધુડખર પ્રાણીને શેડ્યુલ – 1 માં ઓછી વસ્તીવાળા પ્રાણીની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાત વનવિભાગ દ્વારા વર્ષ 2020ની વસ્તી ગણતરી મુજબ હાલ

6082 જેટલા ભારતીય ઘુડખર ભારતમાં એકમાત્ર ગુજરાતના ઘુડખર અભયારણ્ય, કચ્છનું નાનું રણ અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. ઘુડખર ભારતના ઝડપી દોડનારા પ્રાણીઓમાનું એક છે.

જે કલાકના 50 થી 55 કિલોમીટરની ઝડપે સહેલાઇથી દોડી શકે છે. ઘુડખર ગધેડા કરતા કદમાં મોટું તથા ઘોડા કરતા કદમાં નાનું, સફેદ શરીર ઉપર બદામી-કથ્થાઇ રંગના ધાબા ધરાવે છે. સામાન્ય રીતે કુદરતી અવસ્થામાં તેઓ 20 થી 22 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે.

ચૌશિંગા:- ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ ધારા – 1972 મુજબ ચૌશિંગા પ્રાણીને શેડ્યુલ – 1 માં ઓછી વસ્તી વાળા પ્રાણીની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ એક માત્ર એવું હરણ છે જેને માથાના ભાગે ચાર શિંગડા હોય છે, જેથી તેને ચૌશિંગા કહે છે.

ગુજરાતના ડુંગરાળ જંગલ પ્રદેશ અને ખુલ્લી તથા ઢોળાવાળી ઝાડીવાળા પ્રદેશોમાં જોઇ શકાય છે. તેનો વજન આશરે 18 થી 22 કિ.ગ્રા. સુધી હોય છે અને 10 થી 12 વર્ષનું આયુષ્ય ધરાવે છે.

Read About Weather here

ઉપરોક્ત પ્રાણીઓનો ઉમેરો થતા હવે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 59 પ્રજાતીઓના કુલ 461 વન્યપ્રાણી-પક્ષીઓ થયેલ છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here