જો સી.આર.પાટીલ કડક તટસ્થ તપાસના આદેશ આપે તો રાજકોટ પોલીસ વિરૂધ્ધના ત્રણ કિસ્સામાં પુરાવા આપવા રાજભા ઝાલા તૈયાર

જો સી.આર.પાટીલ કડક તટસ્થ તપાસના આદેશ આપે તો રાજકોટ પોલીસ વિરૂધ્ધના ત્રણ કિસ્સામાં પુરાવા આપવા રાજભા ઝાલા તૈયાર
જો સી.આર.પાટીલ કડક તટસ્થ તપાસના આદેશ આપે તો રાજકોટ પોલીસ વિરૂધ્ધના ત્રણ કિસ્સામાં પુરાવા આપવા રાજભા ઝાલા તૈયાર

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને એક ખુલ્લો પત્ર પાઠવતા આમ આદમી પાર્ટીના અગ્રણી
રાજભા ઝાલાનો ચોકાવી દેનારો આક્ષેપ, ભૂતકાળમાં પ્રતિષ્ઠીત ઉદ્યોગ પતિ નબીરા પાસેથી રાજકોટ પોલીસે કરેલા રૂ.65 લાખના તોડના કિસ્સામાં સચોટ પુરાવા જરૂર પડે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખને આપવાની મારી તૈયારી છે, આવા કુલ કિસ્સામાં પોતાની પાસે નક્કર પુરાવા હોવાનો રાજભા ઝાલાનો સ્પષ્ટ દાવો
તટસ્થ અને ન્યાય પ્રીય નેતા હોવાની સાબીતી આપી ઇતિહાસ રચવા માટેની પાટીલજીને તક છે
રાજકોટના પોલીસ કમિશનરની હપ્તાખોરી સામે અવાજ ઉઠાવવા બદલ ધારાસભ્ય ગોવિંદ પટેલને અભિનંદન આપતા ‘આપ’ના નેતા

શ્રીમાન પાટીલ સાહેબ પ્રણામ, પ્રથમ તો રાજકોટની જનતા વતી આભાર અને અભિનંદન એટલા માટે કે રાજકોટની જનતાને વિજય રૂપાણી અને ટોળકીના ત્રાસમાંથી મુકિત અપાવી છે. આ પત્રના માધ્યમથી હું મારી લાગણી અને માંગણી રજૂ કરૂ છું. આવી શરૂઆત સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી અને લડાયક નેતા રાજભા ઝાલાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટલને એક ખુલ્લો પત્ર પાઠવી રાજકોટના ત્રણ કિસ્સાઓમાં પોલીસે આચરેલી ગેરરીતીના સચોટ અને નક્કર પુરાવા રજૂ કરવાનું સરાજાહેર એલાન કર્યુ છે અને આવા કિસ્સાઓની તપાસ કરાવી અધિકારીઓ સામે દાખલા રૂપ કડક કાર્યવાહી કરાવવા પાટીલને અનુરોધ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજભા ઝાલાએ પત્રમાં આક્ષેપો કરતા જણાવ્યું છે કે, રાજકોટ પોલીસે રૂપાણી અને ગેંગના ઇશારે કાયદાની ઉપરવટ જઇ નાગરીકો પર અત્યાચાર કર્યા છે, છેલ્લા ધણા વર્ષોથી ગુજરાતમાં રૂપાણીના કુશાસનને કારણે ભાજપની છબી લોકમાનસમાં ધ્રુમિલ થઇ હતી. તેવા સમયે તે છાપ દૂર કરવા આપને ગુજરાત ભાજપની ધુરા સોંપી હતી. પાર્ટીની પુન: પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના ઉપદેશને સાર્થક કરવા આપે પ્રથમ વિજય રૂપાણીને એમની સરકારનો વહીવટ સુધારવા સુચના આપી જ હશે. પરંતુ રૂપાણીએ આપની સુચનાને અવગણવાની ગુસ્તાખી કરી હશે તેના ફળ સ્વરૂપે આપે એક ઝાંટકે આખી સરકારને દુર કરી દીધી અને આપની સુચનાનું અક્ષરસ: પાલન કરે તેવા મુખ્યમંત્રી અને મંત્રીઓને જવાબદારી સોંપીને એક કુશળ સંગઠનકાર અને દબંગ નેતાની આપની છાપ પ્રસ્તાપીથ કરી દીધી છે એ બાબતે ધન્યવાદ આપું છું.

આપની સક્ષમતા જોતા આપણી પાસે અપેક્ષા હોય એ સ્વભાવીક છે. માટે જ પરિણામની આશા સાથે જ આ ખુલ્લો પત્ર લખીને સામાન્ય જન સમુહમાં જે છાપ ઉભી થઇ છે તે ‘સમરથ કો નહીં દોષ ગુસાય’ એ છાપ દુર કરીને કાયદો બધા માટે સરખો છે તે સિધ્ધાંત સ્થાપીત કરવાની ક્ષમતા આપનામાં છે તેમ માનું છું. આથી આવા કેટલાક કેસ આપની સમક્ષ મુકવા માંગુ છું. જેમાં દોષીતો સામે કડક પગલા લેવાના આદેશો આપીને આપ એક તટસ્થ અને ન્યાય પ્રીય નેતા છો એવું સાબિત કરવાની આપને જે તક મળી છે એ જડપી લેશો એ વિનંતી. પત્ર આગળ ઉમેરે છે કે, આપ તો સાહેબનાં સાહેબ છો. એટલે આપના માટે કાંઇ જ અશકય નથી. હું જે કેસો રજૂ કરી રહયો છું એ કદાચ જૂના છે.

પણ આ સરકાર વર્ષો જૂના કેસમાં પણ આઇપીએસ સંજીવ ભટ્ટને જેલના સળીયા પાછળ ધકેલી હત્યાચારનો ભોગ બનનાર નાગરીકોને ન્યાય અપાવી શકતી હોય તો હું જે કેસો આપની સમક્ષ લાવ્યો છું એ ભટ્ટના કેસ કરતા અનેક ગણા મેરીટ વાળા કેસ છે. છેલ્લા ધણા વર્ષોથી નબળી અને છીછરી માનસીકતાના શાસકોના ઇશારે પોલીસ અધિકારીઓએ કાયદાની મર્યાદા ઉલંધીને ગુજારેલા અત્યાચારના કેસમાં દાખલા રૂપ કાર્યવાહી થાય તો ભવિષ્યમાં પણ કોઇ અધિકારી કોઇ નાગરીક પર અત્યાચાર કરતા અચકાશે. સાહેબ સરકાર કયારેય કોઇ પક્ષની કાયમ રહેતી નથી. સરકારો તો બદલાતી રહે છે પરંતુ કાયદો બધા માટે સમાન હોય છે. એ પ્રણાલી આગળ વધારવામાં આપ નીમીત બનો તો તેની નોંધ ઇતિહાસ પણ લેશે. ઇતિહાસ રચવાની આપના માટે તક છે. એ ત્રણ કિસ્સા નીચે મુજબ છે.

પત્રમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં વર્ષો પહેલા પ્રતિષ્ઠીત પરિવારના ઉદ્યોગપતિ નબીરા પાસે ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીએસઆઇએ એક બુકીની આત્મહત્યના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી ક્રાઇમ બ્રાંચ ઓફીસ ઉઠાવી જઇ, અત્યાચાર કરીને રાતોરાત રૂ.65 લાખનો તોડ કર્યો હતો. તે કેસની તપાસ થાય તો હું પુરાવા આપવા તૈયાર છું. મારી જાણ મુજબ એ પીએસઆઇ પાસે રાજકોટના સુપર સીએમ કહેવાતા શખ્સે પણ ધણા ગેરકાયદેસર કામ ઉતાર્યા હતા. બીજો કિસ્સો: ગુજરાતના ખેડૂતોને થતાં અન્યાય સામે ખેડૂત હિતમાં અવાજ ઉઠાવતા યુવા અગ્રણી પાલ આંબલીયા પર રાજકોટનાં પોલીસ અધિકારીઓ દ્વારા અત્યાચાર આચરવામાં આવ્યો છે. એ કિસ્સામાં ન્યાયીક તપાસ થાય તો અધિકારીઓ દોષીત સાબિત થાય તેમ છે. રાજભાએ ઉર્મેયુ કે, છેલ્લો એક કેસ જે મેં પોતે કર્યો છે એ ખુબ જ ગંભીર છે.

રાષ્ટ્રીય ગરીમાને ઠેસ પહોંચાડનાર છે અને રાષ્ટ્રદ્રોહ સમાન બનાવ છે. એ બનાવમાં ચાલુ રાષ્ટ્ર ગાને તીરંગાને આંચકી લઇ રાષ્ટ્રગીત બંધ કરાવવાનો પ્રયત્ન થયો જે સામે મેં ન્યાય માટે ગાંધી ચિંધ્યા માર્ગે 9 દિવસ અન્ન-સન્ન કર્યા હતા. દોષીતો સામે કાર્યવાહીની મને ખાત્રી અપાઇ હતી. તેથી મેં પારણા કર્યા પણ એ કેસમાં કોઇ દોષીત અધિકારી કે પોલીસ કર્મી વિરૂધ્ધ કોઇ જ કાર્યવાહી નથી થઇ. સાહેબ આ ત્રણેય બનાવમાં મારી પાસે સચોટ પુરાવા છે. હું તપાસ થાય તો પુરાવા માટે મદદ કરીશ. જો આ સીસ્ટમ સુધારવા ઇચ્છતા હશો તો મેં રજૂ કરેલા કેસોમાં નિક્ષપક્ષ તપાસ કરીને બનાવની શકયતાને આધારે તપાસ થાય તેવી આશા છે.

Read About Weather here

કારણ કે આ કેસોમાં ફરીયાદી આપની પાર્ટીની વિરૂધ્ધની વ્યકિતઓ છે. પણ ન્યાય પ્રીય રાજાઓ પોતાના સંતાનોને સજા કરતા તો આપ પણ ભોગ ગ્રસ્ત કોણ છે તે જોયા વગર ખરેખર અત્યાચાર કે અન્યાય થયો છે તે જોઇને કાર્યવાહી કરશો તો કળીયુગમાં પણ કોઇક હરીશચંદ્ર છે તેવું લોકો માનશે. આશા રાખુ કે આપ મારા પત્રના અનુસંધાને તટસ્થ કાર્યવાહી કરાવવાના આદેશ આપશો: આપનો વિશ્ર્વાસુ રાજભા ઝાલા. પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી-ગુજરાત

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here