જો ગૃહમંત્રી રાજકોટમાં પોલીસ વિરૂધ્ધ લોક દરબાર કરે તો ફરિયાદોનો રાફડો ફાટે: કોંગ્રેસ અગ્રણી

હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું
હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું

કાગળ પર જ રાજકોટમાં ક્રાઇમ રેટ ઓછો છે પણ હકીકતમાં ગુજરાતમાં સૌથી વધુ ક્રાઇમ રેટ રાજકોટમાં જ હોય તો નવાઇ નહીં લાગે: હાર્દિક પટેલ
પોલીસની કામગીરી બદલ સરકાર પર આકરા પ્રહારો કરતા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે રાજકોટ સીપી સામેનાં તોડ કાંડના આક્ષેપો અંગે આકરી પ્રતિક્રિયા આપી છે અને એવો સણસણતો આક્ષેપ કર્યો છે કે, રાજકોટના પોલીસ કમિશ્નર તરીકે આવ્યા ત્યારથી મનોજ અગ્રવાલે ભાજપના કાર્યકર તરીકે જ કામ કર્યુ છે અને સત્તાનો દુરઉપયોગ કરી સીપી અને એમની ટોળકીએ રાજકોટની જનતાને લુંટવાનું જ કામ કર્યુ છે. હાર્દિક પટેલે આક્ષેપ કર્યો હતો કે, રાજકોટમાં પૈસા ખાતર પોલીસ ગુન્હેગારોને છાવરે છે અને જનતા પીડાઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટના તોડ કાંડ અંગે આકરા નિવેદનમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે ટકોર કરી હતી કે, સામાન્ય જનતાના રક્ષક તરીકે પોલીસનું પ્રજામાં માન સન્માન હોય છે. પણ રાજકોટમાં અમુક અધિકારીઓના આગમન બાદ કંઇક અલગ પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાર્દિકે જણાવ્યું હતું કે, રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી છે કે, સત્તાધારી પક્ષના ધારાસભ્યને સરકારના ગૃહ વિભાગને ફરીયાદ નોંધવા ભલામણ કરવી પડે છે. અહીં સામાન્ય લોકોની હાલત શું હશે એ વિચારી પણ શકાય તેમ નથી. સામાન્ય લોકોને ફરીયાદ નોંધવા ધક્કા ખાવા પડે છે. ફરીયાદીને અરજીથી સંતોષ માનવો પડે છે એટલે મોટાભાગના લોકો હવે કંટાળીને પોલીસ ફરીયાદ કરવાનું જ ટાળે છે.

હાર્દિક પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે, અમુક ઉપરી અધિકારીઓની સુચનાથી મોટાભાગના પોલીસ સ્ટેશનમાં માત્ર પૈસા અને પ્રસિધ્ધી મળતી હોય એવી ફરીયાદ જ નોંધાવામાં આવે છે. હવાલા કબાલા, વ્યાજખોરોનો આતંક, બુટલેગરો, ચીટરો, ગુન્હેગારો, ભૂમાફિયા ડામવાનું કામ પોલીસનું મુખ્ય કામ હોય છે. પરંતુ એ કહેતા શરમ આવે છે કે, અહીંની સ્થિતિ સાવ ઉંધી છે. ભાજપના અમુક નેતાઓના કહેવાથી અને પોલીસ પૈસા માટે આવા તમામ ગુન્હેગારોને છાવરે છે અને સામાન્ય જનતા અત્યંત પીડા ભોગવે છે. આ વાત માત્ર અમે નહીં ખુદ શાસક પક્ષના સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટરોએ પણ દોહરાવી છે.

કોંગ્રેસના નેતાએ ટકોર કરી હતી કે, જો રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં જમીન પચાવી પાડવાના કિસ્સા, ધરાર સાટાખત કરાવી લેવા, મકાનો-સોસાયટીઓ ખાલી કરવામાં પોલીસની ભુંડી ભુમીકા, પૈસા પચાવી પાડયા હોય તો હવાલા લેવા, હથીયારના લાયસન્સમાં પૈસા લેવા, ફરીયાદ ન નોંધવાના અને આરોપીને ન મારવાના પૈસા લેવા જેવા કિસ્સાઓમાં ગૃહમંત્રી રાજકોટની જનતાને અપીલ કરી લોક દરબારનું આયોજન કરે તો ફરિયાદોનો રાફડો ફાટે તેમ છે. અનેકની પોલ છતી થાય અને ભ્રષ્ટ અધિકારીઓ પણ ખુલ્લા પડી જાય. હાર્દિક પટેલે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, મનોજ અગ્રવાલે રાજકોટમાં ચાર્જ લીધા બાદ ભાજપના કાર્યકર તરીકે જ કામ કર્યુ છે

Read About Weather here

અને સત્તાનો દુરઉપયોગ કરી એમની ટોળકીએ રાજકોટની જનતાને લુંટવાનું કામ કર્યુ છે. વિરોધ પક્ષના આગેવાનો સામે ખોટી ફરિયાદો કરી ફસાવવા, દબાવવાનું કામ તેમજ ભાજપના ઇશારે અને પોલીસની મીઠી નજર હેઠળ જ મનપાની ચૂંટણીમાં મતદાન મથકો પર ઇવીએમ તોડી ભય પેદા કર્યો હતો અને એવા અસામાજીક તત્વો આજે પણ ખુલ્લે આમ ફરી રહયા છે. અત્યારે કાગળ પર જ રાજકોટમાં ક્રાઇમ રેટ ઓછો છે. પણ હકીકતમાં ગુજરાતમાં સૌથી વધુ ક્રાઇમ રેટ રાજકોટમાં જ હોય તો નવાઇ નહીં લાગે. હાર્દિક પટેલે રૂ.75 લાખ કમિશન અને તોડકાંડમાં જવાબદાર તમામ અધિકારીઓ સામે તાત્કાલીક કાયદેસરના પગલા લેવા જોરદાર માંગણી કરી હતી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here