‘જો કોઇ સ્કૂલવાન ચાલક તંત્રના ત્રાસથી આપઘાત કરશે તો જવાબદારી આરટીઓ અધિકારી અને સરકારની રહેશે’

‘જો કોઇ સ્કૂલવાન ચાલક તંત્રના ત્રાસથી આપઘાત કરશે તો જવાબદારી આરટીઓ અધિકારી અને સરકારની રહેશે’
‘જો કોઇ સ્કૂલવાન ચાલક તંત્રના ત્રાસથી આપઘાત કરશે તો જવાબદારી આરટીઓ અધિકારી અને સરકારની રહેશે’

‘સ્કૂલવાન ચાલકોની વ્યથા તંત્રના કાને કે’દી પહોચશે??
નિયમ મુજબ વાન ચલાવવા છતા તંત્ર દ્વારા હેરાન કરતા રોષ
રાજકોટ: સ્કૂલવાન ચાલકો બહાદુરસિંહ ગોહેલ, જયેશભાઇ બોરીચા, જયરાજસિંહ રાઠોડ, દિપકભાઇ ગઢવી, જયદેવભાઇ બોરીચા, રમેશભાઇ ડાભી, કુલદીપ ગઢવી, બાબુભાઇ રાતડીયા, વિજયસિંહ પરમાર, ગૈારવભાઇ પરમાર, મેરામભાઇ બોરીચા સહીતનાઓ પોતાનો પ્રશ્ર્ન લઇને સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને પોતાની વ્યથા જણાવી હતી.

રાજકોટ શહેરમાં બે-ત્રણ દિવસ પહેલા 2 થી 3 સ્કૂલોમાં કોરોનાએ દેખા દીધા હતા. આ ઘટના બનતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું અને સ્કૂલને સીલ કરવાની સુચના આપી દીધી હતી. તેમજ ચાલુ સ્કૂલોમાં એસઓપીનું પાલન થાય છે કે નહીં તેનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ઉપરાંત સ્કૂલ વાહનોમાં નિયમોનો ભંગ થાય છે. તેવી પણ વાત આવતા આરટીઓએ આંખ ઉઘાડી સ્કૂલ વાહન ચાલકો પર તૂટી પડ્યું હતું અને 8 થી 10 જેટલી સ્કૂલવાનો ડીટેઈન કરી દેવામાં આવી હતી.

આ ઉપરાંત આજે સવારે પણ આરટીઓ તંત્ર દ્વારા ઘણીબધી સ્કૂલવાન ડીટેઈન કરી દેવાતા વાન ચાલકોમાં રોષ ભભકી ઉઠ્યો છે. ત્યારે સ્કૂલવાન એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્રક્રાંતી કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને પોતાના મનની વાત જણાવી હતી.

તેઓએ રોષભેર જણાવતા કહ્યું હતું કે, કોરોના કાળમાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલો બંધ હોવાને કારણે ધંધો થઇ શક્યો ન હતો. હાલમાં થોડા દિવસથી સ્કૂલ રેગ્યુલર શરૂ થતા ફરી ધંધો માંડ પાટે ચડ્યો છે. ત્યાં તંત્ર દ્વારા અવનવા નિયમો કાઢીને હેરાન કરવામાં આવે છે.

કોરોના કાળમાં ધંધો બંધ રહેતા અનેક વાન ચાલકોની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. અનેક લોકોએ પોતાનું વાહન વહેંચી બીજા ધંધે ચડી ગયા છે. કોઈપણ વાન ચાલક પૈસાદાર નથી હોતો. તે બાળકોને તેડી-મૂકી તેની ફી લઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.

ત્યારે આરટીઓ દ્વારા નિયમભંગનું કહીને ગાડીને ડીટેઈન કરવામાં આવે છે અને છોડાવા જતા 7 થી 8 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે. માંડ-માંડ ફી માંથી પોતાનું જીવન ગુજારતો વાન ચાલક આટલી મોટી રકમ કઈ રીતે ભરી શકે?? તેને તો આવી ઘટના પડ્યા પર પાટા સમાન છે.

જો નિયમનો ભંગ કર્યો હોય અને દંડ ભરવો પડે એ સ્વાભાવિક વાત છે. પણ બાળકો વિના ખાલી જતી વાનોને પણ તંત્ર દ્વારા ડીટેઈન કરવામાં આવે છે. આવી કપરી પરિસ્થિતિમાં આવા નિર્ણય યોગ્ય ગણાય નહીં. કોરોના કાળમાં અનેક વાનચાલકો દ્વારા સરકારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

રાજકોટ સહિત દેશભરમાં ધન્વંતરી રથ, વેક્સિન આપવા માટે, કોરોના ટેસ્ટીંગ માટે, મૃત વ્યક્તિઓને સ્મશાને પહોચાડવા માટે જેવી અનેક સેવા માટે તમામ વાન ચાલકો ખડેપગે રહ્યા હતા. ખાલી રાજકોટમાં જ 350 થી વધુ ગાડીઓ જોડાઈ હતી.

પરંતુ સરકાર દ્વારા તેની નાં કોઈ નોંધ લેવાઈ કે નાં કોઈનું સન્માન પણ કરાયું. આવી કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવેલ છતાં અત્યારે તેના કપરા પરિણામો આ જ તંત્ર દ્વારા આપવામાં આવેલ છે.

વધુમાં વાન ચાલકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અત્યારે પેટ્રોલ, ગેસનાં ભાવમાં ખૂબ જ મોટો ભાવ વધારો થયો છે. સ્કૂલો પણ તાજેતરમાં ખુલ્લી છે અને માંડ ધંધો પાટે ચડવા પર આવે તે પહેલા તંત્ર દ્વારા નિયમો દેખાડી ગાડીઓ જપ્ત કરી લેવામાં આવે છે.

એવા ઘણા લોકોની ગાડી જપ્ત કરવામાં આવી છે કે જેની પાસે ગાડી છોડાવવાના પણ પૈસા વ્યાજે લેવા પડે તેમ છે. હવે જો આ તંત્રનાં ત્રાસથી કોઈ સ્કૂલ વાન ચાલક આત્મહત્યા કરી લેશે તો તેની જવાબદારી આરટીઓ અધિકારી અને સરકાર સ્વીકારવા તૈયાર રહે.

જો તંત્રને નિયમ જ દેખાડવા હોય તો એકવાર શહેરમાં ચાલતી સીટી બસ મુલાકાત લઈએ. તેમાં બેઠક વ્યવસ્થા કરતા ડબલ મુસાફરો ભરેલા હોય છે. જેમાં મોટી સંખ્યામાં સ્કૂલે અથવા કોલેજે જતા વિદ્યાર્થીઓ જ હોય છે. તો તંત્રને ત્યાં નિયમોનું પાલન થવું જોઈએ તે કેમ નથી દેખાતું.

જો સ્કૂલવાન ચાલકને નિયમ લાગુ પડે તે બસવાળાને પણ પડે જ છે. તો તેને ડીટેઈન કરવામાં કેમ નથી આવતી. શહેરનાં કોઈ બાળકને કોરોનાની અસર ન થાય તેની જવાબદારી અમારી જ છે. અમે તમામ નિયમોનું પાલન કરવા તૈયાર છીએ.

વાલીઓ અમારા વિશ્ર્વાસે જ પોતાના બાળકને સ્કૂલે મોકલતા હોય છે. તો અમે પણ નિયમોનું પાલન કરીએ જ છીએ અને જો સરકાર કહી દે કે રાજ્યને તમામ બાળકોની સ્કૂલે પહોંચાડવાની જવાબદારી અમારી તો અમે ધંધો સંકેલવા તૈયાર છીએ.

બાકી આમ ખોટી રીતે નાના માણસો પાસેથી દંડનાં ઉઘરાણા કરવા યોગ્ય બાબત ન કહેવાય. આરટીઓ તંત્ર જેમ સ્કૂલવાનનું ચેકિંગ કરે છે તે જ રીતે તમામ સ્કૂલ બસોનું પણ અને સીટી બસોનું ચેકિંગ હાથ ધરે અને તેની પાસેથી ઉઘરાણા કરે.

Read About Weather here

જો આમને આમ તંત્રનો ત્રાસ ચાલુ રહ્યો તો સ્કૂલવાન એસોસિએશન દ્વારા કામગીરીથી અળગા રહીને વિરોધ નોંધાવશે.અને શહેરનાં વાનમાં આવતા બાળકોનાં ભવિષ્ય અંગ તંત્ર જવાબદાર રહેશેનું જણાવાયું હતું(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here