જોન્ટીએ સચિનના ચરણ સ્પર્શ કર્યા…!

જોન્ટીએ સચિનના ચરણ સ્પર્શ કર્યા…!
જોન્ટીએ સચિનના ચરણ સ્પર્શ કર્યા…!
મુંબઈને સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ બંને ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ એકબીજા સાથે હાથ મિલાવતા હતા. IPL 2022માં બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ બાદ એક ખૂબ જ રસપ્રદ નજારો જોવા મળ્યો. ત્યાર બાદ પંજાબના ફિલ્ડિંગ કોચ જોન્ટી રોડ્સે કંઈક એવું કર્યું કે સ્ટેડિયમમાં હાજર તમામ ખેલાડીઓ અને દર્શકો હસવાનું રોકી શક્યા નહીં.

Visit Saurashtra Kranti Homepage here

સચિન તેંડુલકર મુંબઈની ટીમનો મેન્ટોર છે. મેચ બાદ તેઓ પંજાબ ટીમના તમામ સભ્યો સાથે એક પછી એક હાથ મિલાવતા હતા. તેણે પંજાબના કોચ અનિલ કુંબલે સાથે થોડીવાર વાત કરી અને પછી જોન્ટી રોડ્સનો વારો આવ્યો. રોડ્સે સચિન સાથે હાથ મિલાવવાને બદલે તેના ચરણ સ્પર્શ કરીને પ્રણામ કર્યા હતા. સચિને તરત જ તેને રોક્યો અને પછી બંને ખેલાડીએ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને આગળ વધ્યા હતા.જોન્ટી રોડ્સ લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સના સપોર્ટ સ્ટાફમાં સામેલ હતો.

Read About Weather here

તે ટીમનો ફિલ્ડિંગ કોચ હતો. તેણે 2017માં મુંબઈ ઈન્ડિયન્સ છોડી દીધી હતી.સચિન તેંડુલકર અત્યારસુધી ભારતીય ક્રિકેટમાં સૌથી લોકપ્રિય વ્યક્તિ છે. અગાઉ 2014માં ઇંગ્લેન્ડમાં MCC vs રેસ્ટ ઓફ વર્લ્ડ મેચ દરમિયાન, આવો જ નજારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ સચિન MCC તરફથી રમ્યો હતો. રેસ્ટ ઓફ વર્લ્ડ ટીમ તરફથી રમતા ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહે મેદાન પર જ સચિનના ચરણ સ્પર્શ કરીને પ્રણામ કર્યા હતા.સચિનની લોકપ્રિયતા એટલી જ રહી છે, તેને ગોડ ઓફ ક્રિકેટ એટલે કે ક્રિકેટના ભગવાન પણ કહેવામાં આવે છે.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here