જોડિયા ભાઈઓને સૂવાનું સાથે જ જોઈએ…!

જોડિયા ભાઈઓને સૂવાનું સાથે જ જોઈએ...!
જોડિયા ભાઈઓને સૂવાનું સાથે જ જોઈએ...!
અમેરિકાના પીડિયાટ્રિકસ અસોસિએશને એવી સલાહ આપી છે કે ભાઈઓ અને બહેનો વચ્ચે બેડ-શેરિંગ ન કરવું જોઈએ. મમ્મીએ જણવ્યું કે બન્ને એક બેડમાં એકબીજાના શરીર પર ચડી જાય અને હાથ પકડવા જેવી અનેક મસ્તી કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

માત્ર આઠ મહિૂનાનાં ટ્વિન્સ બાળકોને જયાં સુધી એક જ ઘોડિયામાં સુવડાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ સૂતા નથી એવો મજેદાર વિડિયો તેમની મમ્મીએ શેર કર્યો છે. મિનેસોટામાં રહેતી ૨૭ વર્ષની મમ્મી બ્રેના ગ્રુન્ડે પોતાનાં બાળકો લેન અને લેનોકસનો વિડિયો બતાવતાં જણાવે છે,

જયારે તેમને અલગ-અલગ સુવડાવવામાં આવે ત્યારે આખો ચહેરો લાલ થઈ જાય ત્યાં સુધી રડારાડ કરી મૂકે અને જો બન્નેને સાથે સુવડાવવામાં આવે તો તરત સૂઈ જાય. તે પોતાનાં સંતોનોને રડતાં જોવા માગતી નથી એથી બન્નેને સાથે મૂકે છે.

જન્મ્યાં ત્યારે ૨૦ દિવસ સુધી તેમને હોસ્પિટલમાં જ રાખવાં પડ્યાં હતાં. તેમની જીભ તથા હોઠ પર કાપો મૂકતાં ઓપરેશન પણ કરવાં પડ્યાં હતાં. ઉપરાંત કોવિડ અને રસી તેમ જ કાનના ઇન્ફેકશન પણ થયાં હતાં. દીકરાઓ સાથે મસ્તી કરતા અનેક વિડિયો મમ્મીએ શેર કર્યા છે

Read About Weather here

જેમાં બન્ને એકબીજા સાથે રમતાં હોય છે.ભલે બાળકોના ડોકટરોએ તેમને અલગ-અલગ સુવડાવવાની ભલામણ કરી હોય છતાં આ વિડિયો જોયા બાદ લોકો આ ટ્વિન્ટને સાથે જ રાખવાની ભલામણ કરે છે. એક યુઝરે લખ્યું છે કે શા માટે તેમને અલગ કરવાં જોઈએ, જો તેમને એકબીજાનો સાથ ગમતો હોય અને તેઓ આનંદમાં રહેતાં હોય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here