જોઇન્ટ કમિશનર ઓફ CGST મુકેશ કુમારીની બઢતી

જોઇન્ટ કમિશનર ઓફ CGST મુકેશ કુમારીની બઢતી
જોઇન્ટ કમિશનર ઓફ CGST મુકેશ કુમારીની બઢતી

તેઓ 2009 ની બેચના આઈ આર એસ અધિકારી છે

શહેરના પૂર્વ જોઇન્ટ કમિશનર ઓફ CGST એવા મુકેશ કુમારી પ્રમોશન પામી શહેરના નવા એડિશનલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.

સિવિલ સર્વિસ સેવા 2009 ની બેચના આઈ આર એસ અધિકારી મુકેશ કુમારીનો તા.15/7/1979ના રોજ જન્મ થયો હતો. સિવિલ સર્વિસ ને જ પોતાનો લક્ષ બનાવી તેમને MA, LLB નો અભ્યાસ પૂર્ણ કરીને સિવિલ સર્વિસની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

તા.31/8/2008 તેમની સિવિલ સર્વિસની ફરજ પર નિયુક્તિ પામ્યા હતા. 2019 માં પ્રથમ વખત અમદાવાદ નોર્થ GST ખાતે જોઇન્ટ કમિશનર ઓફ તરીકે તેમને પ્રમોશન મળેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

ત્યાર બાદ તેમનું ટ્રાન્સફર રાજકોટ ખાતે થયું હતું. રાજકોટ ખાતે જોઇન્ટ કમિશનરની ફરજ બજાવ્યા બાદ હાલ તેમની એડિશનલ કમિશનર તરીકે નિયુક્તિ થઈ છે. તેમના પતિ રમેશચંદ્ર મીના પણ રાજકોટમાં વરિષ્ઠ મંડળ પરી ચાલન પ્રબંધકના પદ પર પદસ્થ છે.

રમેશ કુમારી એ 2009ના બેચના આઈ આર એસ અધિકારી છે. તે મૂળ જયપુરના વતની છે અને તેમના પતિ રમેશચંદ્ર રાજસ્થાનના અલવર થી છે. તે બંને અધિકારી વર્ષોથી ગુજરાત રાજ્યમાં સેવા આપી રહ્યા છે.

Read About Weather here

શહેરમાં જોઇન્ટ કમિશનર ઓફ CGST તરીકેની તેમની શ્રેષ્ઠ ફરજ અને નિષ્ઠાપૂર્ણ વર્તનને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા તેમને એડિશનલ કમિશનરની બઢતી આપવામાં આવી છે. આ બઢતી તેમની સિવિલ સર્વિસની આટલા વર્ષોની ફરજને ધ્યાને લઈને જ આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here