જે જાગશે એ જીવશે : કોરોનાના મહા આક્રમણથી બચવાનો એક જ ઉપાય-જાતને એકલી પાડો

કોરોના
કોરોના

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં તથા સમગ્ર રાજયમાં કોરોનાની મહામારીએ આડો આંક વાળ્યો છે

તમામ નીતિ નિયમો કોરાણે મુકવાની પધ્ધતી એ કોઇ શુરાતન નથી, બલ્કે શરમ જનક માનસિકતા : અર્થ વગર શહેરમાં હેરાફેરી કરીને અન્ય લોકોના જીવ જોખમમાં મુકવાથી દુર રહેવું જરૂરી, માસ્ક, સેનિટાઇઝેશન, સામાજીક દુરીનું પાલન કરવું દરેક વ્યકિતનું કર્તવ્ય અને ફરજ, વિશ્ર્વભરના નિષ્ણાંતો કહે છે, નવા સ્ટ્રેનનો સામનો કરવા એકલા પડવું જરૂરી, સામુહિક રીતે લોકો ટેકો આપે તો જ ભયાનક મહામારી સામેનો જંગ જીતવો શકય નહીંતર…, કોઇ પણ પ્રકારની આડોડાઇ કરવી એ સમગ્ર સમાજની સામે અપરાધ આચરવા સમાન, ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે એકે-એક વ્યકિતનું યોગદાન મળે તો કોરોનાનો અંત નિશ્ર્ચિત

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં તથા સમગ્ર રાજયમાં કોરોનાકોરોનાની મહામારીએ આડો આંક વાળ્યો છે અને બીજી લહેર અત્યંત ધાતક રૂપ લઇને જનજીવનને ધમરોળી રહી છે. નિષ્ણાતો મુંઝવણમાં મુકાયા છે. સરકારી હોય કે ખાનગી દવાખાનાઓમાં જગ્યા રહી નથી તબીબો 24 કલાક સારવારમાં લાગી રહયા હોવા છતાં સમય ટુંકો પડી રહયો છે. દવાઓ અને ઇન્જેકશનો સામાન્ય માનવી માટે લકઝરી બની રહયા છે. હોસ્પિટલોની બહાર લોકોની તો ઠીક એમબ્યુલન્સોની પણ લાંબી લાંબી કતારો જામી રહી છે. એ દ્રશ્યો જોઇને ધડીકતો પથ્થર હદયના માનવી પણ હચમચી જાય છે. એવા દ્રશ્યોથી શહેર અને ગામોમાં કરૂણતાની અને વેદનાની પરાકાષ્ઠા સર્જાય રહી છે.

Subscribe Saurashtra Kranti here

મોટી ઉંમરના વયો-વૃધ્ધો કે જેમના આંખના નેણ પણ સફેદ થઇ ગયા છે. એ પણ કહી રહયા છે કે, ભાઇ આવો સમો કોઇ દિ આ આંખે જોયો નથી, આવા કપરા અને ખરાબ દિવસતો આયખામાં કોઇ દિ ભાયડા નથી. આટલી ગંભીર પરિસ્થિતિ હોય ત્યારે આપણે નીજી સ્વાર્થ વિશે વિચારવાનું બંધ કરવું પડે અને સામુહિક રીતે સમાજને મદદ રૂપ કઇ રીતે થઇ શકાય, આપણે વ્યકિગત કેવું અને કેટલું યોગદાન આપી શકીએ એ રીતે આપણી વિચાર સરણીને અંગતમાંથી સામુદાયીક કરવી જ પડે નહીંતર આપણે આપણી જાતને સમાજનો અંગ કહેવાનો અધિકાર ગુમાવી દઇએ છીએ.

એવું કદી બનતું નથી કે, કોઇ પણ મહામારી અથવા તો પહાડ કાઇ આફત કાયમી હોય છે. એવું માનીને ચાલી ન શકાય કે આ આફત કદી દુર થવાની નથી. સમસ્યાઓના ધેધુર કાળા વાદળો કદી સાફ થવાના નથી. એ માનસીકતા એવી છે કે આપણને ઇશ્ર્વરીય શકિતઓ પર ભરોશો નથી. ભારત દેશ પર વિશ્ર્વના તમામ મહત્વના મોટા ધર્મોની અપરંપાર કૃપા વરસતી રહી છે. પીર-ફકીર, સાધુ-સંતો, સુફીઓલીયાઓની આ ભુમી આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ ખુબ જ પવિત્ર અને પુન્યશાળી ધરતી માનવામાં આવે છે. એટલે આપણા દેશને ખુબ જ શ્રધ્ધાળુ અને આસ્તીક ગણવામાં આવે છે. લોકો ખુબ જ ધર્મમય અને ધર્મભ્યુ છે.

ઇસ્લામ, સનાતર મંદિર ધર્મો, બોધ્ધ વિચાર ધારાઓનો સોનેરી સરગમ રચાયો હોય એવો આ એક માત્ર દેશ છે. દરેક વ્યકિત પોતાના ધર્મમાં અડગ અને અખંડ આસ્થા રાખવા સાથે દેશમાં અન્ય ધર્મોને પણ સરખુ જ માન આપવા ટેવાયેલી છે. આવા આ ધાર્મીક રાષ્ટ્રની પ્રજાએ કોરોનાના વાઇરસથી ડરી જવાની બીલકુલ જરૂર નથી. આસ્થા અને ધર્મની શકિત એ મોટી પુંઝી છે અને કોરોના સામે લડવાનું મુખ્ય, મહત્વનું અને મોટામાં મોટું હથીયાર છે.

આધ્યાત્મિકતાના આ નુહ નૌકામાં બેસીને આપણે ભવસાગર એટલે કે મુશ્કેલીઓનો મહાસાગર જરૂર પાર કરી શકીએ તેમ છીએ. જરૂર છે ખરા અર્થમાં સાત્વીક, સદગુણી અને શીસ્ત બધ્ધ બનવાની… એ માટે આપણે પોતાના ગામ, શહેર, રાજય અને દેશ પ્રતિ આવા સમયમાં વ્યકિતગત યોગદાન આપવાની જાગૃતિ કેળવવી રહી. કોવિડના જે નીતિ નિયમો છે તે ભુલી જવાની કે તેના પ્રતિ સુગ રાખવાની માનસીકતા ગંભીર પરીણામો લાવી શકે છે. જો આપણે આસ્થાળુ અને શ્રધ્ધાળુ છીએ તો આપણે આપણા સમાજ પ્રતિ જે કાંઇ કરવાનું રહે છે એ કરીને સમાજ અને દેશ તરફનું ઋણ ચુકતે કરવાનો નમ્ર પ્રયાસ કરવો જોઇએ. નહીંતર આપણને આસ્થાળુ કહેવડાવવાનો અધિકાર પણ મળતો નથી.

આજે સમયની માંગ શું છે? એવું નથી કહેતા કે કોરોનાથી ડરીને સતત ઘરની અંદર જ બેઠા રહી એ પણ એટલુ યાદ રાખવું કે, ખુબ જ જરૂરીયાતના કામ વિના ખોટા હરવા ફરવા અને ઓટલા તોડવાના હેતુ થી ઘરની બહાર ન નીકળીએ, બહારથી ઘરમાં આવતા જ પોતાના સંતાનોને કે કોઇ પણ ચિજ વસ્તુને હાથ લગાયા વિના પ્રથમ સારી રીતે સાબુથી 20 સેક્ધડ હાથ ધોઇએ, પોતાની જાતને સેનેટાઇઝ કરીએ, બને તો વસ્ત્રો પણ બદલી નાખીએ. આ તમામ સાવચેતીનું પાલન રોજે રોજ કરવાનું રહે છે.

એ જ રીતે જયારે ઘરની બહાર નીકળીએ ત્યારે આપણે પૈસાનું પાકીટ લેવાનું જેમ ભુલતા નથી તેમજ માસ્ક સાથે લઇ મોઢા પર બાંધી દેવાનું પણ ન ભુલીએ, નોકરી અને ધંધાની જગ્યા ઉપર પણ સામાજીક દુરીને ખ્યાલ રાખીએ એજ રીતે અનીવાર્ય ખરીદીના સમયે પણ સામાજીક અંતરનો ખ્યાલ રાખીએ, ખોટો સમય ન બગાડીએ જે આપણા અને આપણી આસપાસના લોકોના હિતમાં છે.

આ તમામ નીતિ નિયમોનું દરેક વ્યકિતએ ઇશ્ર્વરીય આદેશની જેમ પાલન કરવું જોઇએ. તો જ આપણે આપણું કર્તવ્ય અને ફરજ બજાવી રહયાનો આત્મસંતોષ લઇ શકશું. વિશ્ર્વના નિષ્ણાતો કહે છે તેમ આ એવો વાઇરસ છે જે ગીરદીને બહુ પસંદ કરે છે અને ટોળા વળે ત્યાં આ વાઇરસ વધુ બેફામ થઇ જાય છે. એટલે આજના સમયની સૌથી મોટી આવશ્યકતા એ છે કે, પોતાની જાતને એકલી અતુલી પડીયે. ઘરમાં પણ બે ફુટનો અતંર જાળવવાનો ખ્યાલ રાખીએ. નિષ્ણાંતો કહે છે તેમ કોરોના મહામારીના નવા વાઇરસ અને સ્ટ્રેનને હરાવવા માટે દરેક વ્યકિતએ સરકાર અને તંત્રના પ્રયાસોને ટેકો આપવો જ પડશે. તે દિશામાં કોઇ પણ પ્રકારની લાપરવાહી, બેદરકારી અને નિયમોનો ઉલાળીયો કરવાનું પરિણામ ધાતક આવશે જે આપણે જોઇ રહયા છીએ.

વિશ્ર્વના નિષ્ણાંતોના મતે જીવનની દૈનિક ક્રિયા અને હલનચલન પર નિયંત્રણ ઉપરાંત ખોરાકમાં પણ સ્વયમ રાખવાનું પણ ખુબ જ હિતકારી રહેશેે. ભારતીય સમાજ જીવનમાં સાતવીક અને આદર આહારના નીતિનિયમો અને પ્રક્રિયાઓથી સહુ વાકેફ છે. જેનું પાલન કરવાનું આજના ફાસ્ટ ફુડના જમાનામાં સૌથી વધુ જરૂરી બની ગયું છે. બને ત્યા સુધી અથવા તો કોરોના મહામારી છે ત્યાં સુધી બજારોમાં ઘડીના છઠ્ઠા ભાગમાં તૈયાર થઇ જતી ખાણી પીણીની ચીઝવસ્તુઓથી એવા દુર ભાગવાનું છે જેમ આપણે આગથી દુર રહીએ છીએ.

Read About Weather here

ઠંડા પીણા અને ફ્રીઝના પાણીને પણ અલવીદા કહી દેવાનો સમય છે. આજના સમયમાં માટલાનું પાણી જ શ્રેષ્ઠ અને આરોગ્ય પ્રદ બની રહે છે. આપણે ત્યાં અરબસતાનની જેમ ચામડાની પીવાના પાણીની થેલીઓ જેને મસક કહેવામાં આવે છે એ બહુ મળતી નથી પણ તેનું પાણી વિશ્ર્વનું સૌથી વધુ આરોગ્ય પ્રદ પાણી બની રહે છે તેમ વિશ્ર્વના નિષ્ણાંતોએ અભ્યાસ બાદ જણાવ્યું છેે. ટુંકમાં જો કોરોનાથી બચવું હોય તો આળસ અને ઉંધ ખંખેરી બેદરકારીને ખીટીએ ટાંગી જાગવું પડશે. એ સુત્ર યાદ રાખો જે જાગશે એ જીવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here