જેતપુર પાસે પુલ નીચે રીક્ષા ખાબકતા શ્રમિકનું મોત: 10 ને ઈજા

જેતપુર પાસે પુલ નીચે રીક્ષા ખાબકતા શ્રમિકનું મોત: 10 ને ઈજા
જેતપુર પાસે પુલ નીચે રીક્ષા ખાબકતા શ્રમિકનું મોત: 10 ને ઈજા

લુણાગરીથી લુણાગરા ગામે સ્લેબ ભરવા જતી વેળાએ રીક્ષાનાં ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો: પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો

જેતપુર લુણાગરા ગામે સ્લેબ ભરવાની મજુરી કામ કરવા જતી વેળાએ મજુરો ભરેલી રીક્ષા પુલ નીચે ખાબકતા એક શ્રમિકનું મોત નિપજ્યું હતું. જયારે અન્ય 10 જેટલા મજુરોને ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ જેતપુરમાં દેરડીધાર અપવાલ યોજના પાસે ઝુંપડામાં રહેતા અર્જુનભાઈ સરદારભાઈ વસુનીયા (ઉ.વ.25) નામના શ્રમિક યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે જેતપુરનાં લુણાગરી ગામથી લુણાગરા ગામે સ્લેબ ભરવાની મજુરી કામ કરવા પોતે અન્ય 11 મજુરો દયારામ ગનીરામ કાબલેની છકડો રીક્ષા નંબર જીજે-3 બી.યુ-1766 માં બેસીને જતા હતા.

ત્યારે લુણાગરા ગામ પાસે ભાદરનાં પુલ પાસે પહોંચતા કોઈ કારણોસર છકડો રીક્ષાનાં ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દેતા રીક્ષા પુલ નીચે ખાબકતા રીક્ષામાં બેઠેલા કાળુભાઈ સુખરામભાઈ કચરા (ઉ.વ.17) નામના શ્રમિકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

Read About Weather here

જયારે 10 જેટલા મજુરોને શરીરે નાની મોટી ઈજા થતા સારવારમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બનાવના પગલે જેતપુર પોલીસનાં પી.એસ.આઈ પી.જે બાટવા સહિતનાં સ્ટાફે તપાસ હાથ ધરી રીક્ષા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here