જેતપુર ડાઈંગ ઉદ્યોગે GST રાહતને આવકારી

જેતપુર ડાઈંગ ઉદ્યોગે GST રાહતને આવકારી
જેતપુર ડાઈંગ ઉદ્યોગે GST રાહતને આવકારી

સાડી ઉદ્યોગનાં કારખાનેદારોએ મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડ્યા

નવી દિલ્હી ખાતે જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં કાપડ ઉદ્યોગના હિતને ધ્યાને રાખીને નવા લાગુ થનાર 12 ટકા જીએસટીનો પ્રસ્તાવ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે જેતપુર સહિત સમગ્ર દેશના કાપડ ઉદ્યોગમાં ખુશીની લહેર દોડી જવા પામી છે. જીએસટી કાઉન્સિલમાં કાપડ ઉદ્યોગ પર પાંચ ટકાના નિર્ણયની જાહેરાત સાથે જ જેતપુર સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનોએ મીઠાઈ વ્હેંચી અને ફટાકડા ફોડીને નિર્ણયને વધાવી લીધો હતો.

ગત નવેમ્બર મહિનામાં જીએસટી કાઉન્સિલ દ્વારા કાપડ ઉદ્યોગમાં લાગુ પાંચ ટકા જીએસટી વધારીને 12 ટકા કરવા સંદર્ભે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. કાપડ ઉદ્યોગ માટે મૃત્યુઘંટ સમાન આ નિર્ણયને પગલે માત્ર જેતપુર જ નહીં સમગ્ર દેશના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Read Local News / Articles : Saurashtra , Gujarat

અંતે ઘીના ઠામમાં ઘી રેડાતાં જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગના પ્રમુખ દ્વારા ખુશી વ્યક્ત કરવાની સાથે સરકારનો આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, જેતપુર શહેરને વૈશ્ર્વિક ઓળખ આપનાર કાપડ ઉદ્યોગ પર જીએસટી દર 12 ટકા કરવાનો પ્રસ્તાવ ઉદ્યોગ માટે ઘાતકી પુરવાર થઈ શક્યો હોત.અંતે ઉદ્યોગના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓ દ્વારા સહર્ષ વધાવી લેવામાં આવ્યો છે.

Read About Weather here

જીએસટી કાઉન્સિલમાં લેવામાં આવેલા નિર્ણયની જાહેરાત સમગ્ર ડાઈંગ બજારમાં વાયુવેગે પ્રસરી જવા પામી હતી. ટેક્સટાઇલ ડાઈંગના હિતને ધ્યાનમાં રાખીમાં રાખી લેવામાં આવતા આ નિર્ણયને પગલે વેપારીઓએ એક બીજાને મીઠાઈ વહેંચીને જીએસટી કાઉન્સિલના નિર્ણયને વધાવી લીધો હતો.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here