જેતપુરમાં ટ્રેનની ઠોકરે બે માસુમ બાળકોનાં કરૂણ મોત

જેતપુરમાં ટ્રેનની ઠોકરે બે માસુમ બાળકોનાં કરૂણ મોત
જેતપુરમાં ટ્રેનની ઠોકરે બે માસુમ બાળકોનાં કરૂણ મોત

શ્રમિક પરિવારનાં બે બાળકો રમતા-રમતા રેલ્વેનાં પાટા પર ચડી જતા અચાનક ત્રિવેન્દ્રમપુરી- વેરાવળ એક્સપ્રેસ ટ્રેન આવી જતા બંનેનાં ઘટના સ્થળે હદય દ્રાવક મોત

જેતપુરમાં નવાગઢ પાસે રામૈયા હનુમાન મંદિર નજીક ભાદર નદીનાં પુલ ઉપર ટ્રેનની ઠોકરે શ્રમિક પરિવારનાં બે બાળકોનાં કરૂણ મોત નિપજતા શ્રમિક પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.

આ અંગેની વિગત મુજબ જેતપુરમાં નવા ગઢ પાસે ભાદર નદીનાં કાંઠે રહેતા અને મજુરીકામ કરતા શ્રમિક પરિવારનાં બે બાળકો જેમાં આર્યન શલુ પ્રસાદ (ઉ.વ.14) તથા દીપુ સીધેની મંડલ (ઉ.વ.7) નામના બંને બાળકો ટ્રેનનાં પાટા પાસે રમતા હતા ત્યારે અચાનક ત્રિવેન્દ્રમપુરી-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થતા બંને બાળકો ટ્રેનની હડફેટે આવી જતા બંને બાળકોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા કરૂણ મોત નિપજ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

બનાવનાં પગલે લોકોનાં તોલા ભેગા થઇ ગયા હતા. નજીકમાં રહેતા શ્રમિક પરિવારને પોતાના બાળકો ટ્રેન હડફેટે આવી જતા મોત થયાનાં સમાચાર મળતા શ્રમિક પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગેની જાણ જેતપુર સીટી પોલીસમાં કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી બંને બાળકોનાં મૃતદેહ પી.એમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અતિસય કરૂણતા અને અરેરાટી ભરી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ગ્લાનીનું વાતાવરણ ફેલાઇ ગયું હતું. ઘટના સ્થળે લોકોના મોટા ટોળા એકઠા થઇ ગયા હતા.

Read About Weather here

પરીવારજનો અને કમભાગી બાળકોની માતાના હૈયાફાટ રૂદનથી સમગ્ર વાતાવરણ ઘેરૂ શોકમય બની ગયું હતું અને જોનારા લોકોની આંખુમાંથી પણ અશ્રૃ વહેવા લાગ્યા હતા. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં રેલવે પાટ્ટાની સમાનતર ઝૂંપડ પટ્ટીઓ અને કાચા મકાનો ઉભા કરી દેવામાં આવે છે જેના કારણે આવી હદય દ્રાવક ઘટનાઓ બનતી રહે છે કેમ કે, પાટાની સમાન્તર રહેતા પરીવારોના બાળકો પાટ્ટા પર જ રમતા હોય છે. આ દિશામાં સ્થાનિક સત્તાવારાઓ દ્વારા તપાસ કરીને જરૂરી પગલા લેવામાં આવે તેવી ચર્ચાએ લોકોમાં જોર પકડયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here