જૂની સોનુએ પોતાના લાંબા વાળ કપાવી નાખ્યા…!

જૂની સોનુએ પોતાના લાંબા વાળ કપાવી નાખ્યા...!
જૂની સોનુએ પોતાના લાંબા વાળ કપાવી નાખ્યા...!
નિધિ ભાનુશાલી વ્લોગર બનીને ભારત ને વિદેશમાં ફરતી હોય છે. હાલમાં જ નિધિએ નવા હેર કટ કરાવ્યા છે અને આ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનો રોલ ભજવીને લોકપ્રિય થનાર નિધિ ભાનુશાલી સિરિયલમાં ભલે ના જોવા મળતી હોય, પરંતુ તે સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. નિધિનો આગવો ચાહક વર્ગ છે. નિધિ ભાનુશાલી હાલમાં બાલીમાં છે. આ ટ્રિપ દરમિયાન નિધિએ પોતાના વાળ નાના કરાવ્યા હતા. નિધિએ તસવીર શૅર કરી હતી, જેમાં તે બ્લેક ટોપ ને ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી હતી. અન્ય એક તસવીરમાં નિધિ પોતાના શોર્ટ હેર ફ્લૉન્ટ કરે છે.
જૂની સોનુએ પોતાના લાંબા વાળ કપાવી નાખ્યા...! સોનુ
જૂની સોનુએ પોતાના લાંબા વાળ કપાવી નાખ્યા...! સોનુ
જૂની સોનુએ પોતાના લાંબા વાળ કપાવી નાખ્યા...! સોનુ
જૂની સોનુએ પોતાના લાંબા વાળ કપાવી નાખ્યા...! સોનુ

Visit Saurashtra Kranti Homepage here

નિધિ નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. ભવ્ય ગાંધીએ આ પોસ્ટ પર કમેન્ટ કરીને કહ્યું હતું કે નાઇસ.નિધિ ભાનુશાલીના બોયકેટ હેર સો.મીડિયા યુઝર્સને ગમ્યા નહોતા. અનેક યુઝર્સે કહ્યું હતું કે આ શું કરી લીધું? કેટલાંકે કમેન્ટ કરી હતી કે સોનુ તારા વાળ ક્યાં જતાં રહ્યા? ઘણાં યુઝર્સે નિધિ ભાનુશાલીની તુલના સિરીઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ના પાત્ર ઇલેવન સાથે કરી હતી.ઉલ્લેખનીય છે કે નિધિ ભાનુશાલી ગયા વર્ષે મિત્ર સાથે દેશ ભ્રમણ માટે નીકળી હતી. તે ગુજરાત, રાજસ્થાન, લેહ, લદ્દાખ ગઈ હતી. નિધિએ રોડ ટ્રિપ માટે ખાસ હોન્ડા WRV કાર પણ લીધી હતી.

Read About Weather here

નિધિ 12 વર્ષની હતી ત્યારે તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. નિધિ પહેલાં સોનુનું પાત્ર ઝીલ મહેતા પ્લે કરતી હતી. ઝીલે વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો. નિધિ 18 વર્ષની થઈ ત્યારે તેણે આ શો છોડી દીધો હતો. તેણે પણ અભ્યાસ માટે જ આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિધિએ જ્યારથી ‘તારક મહેતા..’ સિરિયલ છોડી છે ત્યારબાદથી તેણે એક પણ એપિસોડ જોયો નથી. નિધિએ કહ્યું હતું કે પલક ઘણી જ સારી છોકરી છે અને તેઓ ઘણીવાર બહાર સાથે ગયા છે. જોકે, તેણે હવે સિરિયલનો એક પણ એપિસોડ જોયો નથી. નિધિ ભાનુશાલી ફિલ્મમેકર બનવા માગે છે. જોકે, તે ટીવી કે બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે કામ કરવા તૈયાર છે.  નિધિના સ્થાને હાલમાં પલક સિધવાણી સિરિયલમાં સોનુનું પાત્ર ભજવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here