જુગારનો ખોટો કેસ કરી રોકડ રકમ જપ્ત કરી રેકર્ડ ઉપર ક્યાંય નહીં બતાવવા પાછળનું કારણ શું??

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગોંડલ સિટી પોલીસમાં ફરજ બજાવતા જયદીપસિંહ ચૌહાણે રૂ,1.18000 ખીસ્સામાંથી બળજબરી પૂર્વક કાઢી લઈ જુગારનો ખોટો કેસ કરી રૂ,1.18000 મુદ્દામાલમાં જમા કરાવી તે રૂપિયા કોર્ટમાંથી છોડાવી લેવાનું કહી તે રકમ રેકર્ડ ઉપર ક્યાંય નહીં બતાવી પોલીસે ગુન્હાહીત કૃત્ય કરેલ હોવાના આક્ષેપો સાથે મયુરસિંહ દિલુભા જાડેજાએ ગૃહ રાજ્ય મંત્રી, તથા કેન્દ્રીય ગૃહમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ જવાબદારો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે મોકલી છે.

Visit Saurashtra Kranti Homepage here

અરજદારે આક્ષેપો કરતા અરજીમાં જણાવ્યું છે કે, તા.12/06/202રના રોજ મારી ડ્યુટી ઉપર હતો તે દરમ્યાન હું મારી નોકરી ઉપર હતો ત્યારે મને મારા મીત્ર રોહિતભાઇનો ફોન આવેલ અને કહેલ કે, તમે કર્યાં છો તો મેં કહેલ કે, હું ગોંડલ ગુંદાળા ચોકડી પાસે છું તો મને રોહિતભાઈ કહેલ કે, તમે અંહીયા એટલે કે, હિતેન્દ્રસિંહ તખતસિંહ જાડેજાના સૌમનાથ સોસાયટીના મકાને આવો તેમ કહેતા હું ત્યાં પહોંચેલો અને ત્યાં રોહિતભાઈ તથા બીજા માણસો હાજર હતા અને અમો બેઠા હતા અને કાંઈ વાત કરીએ ત્યાંજ ગોંડલ પોલીસના માણસો આવી ગયેલ અને બધાને જેમના તેમ બેસી રહેવા કહેલ અને બધા બેઠેલ માણસોને જુગારના આક્ષેપસર અટક કરેલા અને પોલીસ કર્મચારી જયદીપસિંહ ચૌહાણે મારા ખીસ્સા ફંફોળીને મારા ખીસ્સામાંથી રૂા. 1,18,000અંકે રૂપીયા એક લાખ

અઢાર હજાર પુરા બળજબરી પૂર્વક કાઢી લીધેલા અને જુગારના કેસમાં ફીટ કરી દીધેલા અને ત્યારબાદ અમોને પો.સ્ટે. માંથી જામીન મુકત કરવા માટે અમારી પાસેથી રૂા. 15000 પડાવેલા જેરૂા.15000 હિતુભા જાડેજા ગુંદાળાવાળા જે મારા જામીન પડેલ છે તેણે આપેલ હતા અને તેનો અમોએ વિરોધ કરતા અને કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરતા રૂ. 15000 અમોને પરત કરેલી અને રૂ.1,18000 માંગતા હું. જુગારના કેસમાં જમા કરાવી દઈશ અને તમે કોર્ટમાં છોડાવી લેજો તેમ કહી મને જુગારના કેસમાં મારા રૂપીયા ખોટા બતાવવવાનું કહેલ હોય અને

Read About Weather here

મને પણ જુગારના ખોટા ગુનામાં સંડોવી દીધેલ હોય અને રૂા. 1,18,000 અંકે રૂપીયા એક લાખ અઢાર હજાર પુરા અમોએ તપાસ કરતા તે રકમ રેકર્ડ ઉપર કયાંય બતાવેલ નથી તેવું અમોને ફરીયાદ ઉપરથી જાણવા મળેલ છે.આમ ઉપરની રીતે પોલીસે અમોને ગોંડલ સીટી પો. સ્ટે. ગુ.ર.ન 11213015220715/2022 જુગારના કેસમાં ના ખોટી રીતે ફીટ કરી અમારી ઉપરોકત રકમ રૂમ.1,18000/- બળજબરી પૂર્વક અમારા ખીસ્સામાંથી કાઢી લઈ અને વિશેષ સદરહુ રકમને રેકર્ડ ઉપર નહી બતાવી પોલીસે ગુનાહીત કુત્ય આચરેલ છે. તો આ બાબતે જરૂરી થવા પાત્ર કાનૂની કાર્યવાહી થવા મારી અરજ અને ફરીયાદ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here