જી.ટી.યુ નાં સેમેસ્ટર-8 નું પરિણામ

16મી નવેમ્બરથી સેમેસ્ટર પરીક્ષાઓ શરૂ !!
16મી નવેમ્બરથી સેમેસ્ટર પરીક્ષાઓ શરૂ !!

રાજકોટ વી.વી.પી નાં 569 વિદ્યાર્થીઓ પાસ

સમગ્ર ગુજરાતમાં એસ.પી.આઈ, સી.જી.પી.એ અને સી.પી.આઈ મુજબ જી.ટી.યુ ટોપ ટેનમાં બે વિદ્યાર્થીઓ પ્રથમ સ્થાને

જી.ટી.યુ. દ્વારા જાહેર થયેલ સેમેસ્ટર ૮ નાં પરિણામમાં સમગ્ર ગુજરાતમાં જી.ટી.યુ.ના કુલ 31,177  વિધાર્થીઓમાંથી 30983 વિધાર્થીઓ પાસ થયેલ જેમાં વી.વી.પી.ના ૫૯૬ વિધાર્થીઓમાંથી ૫૯૬ વિધાર્થીઓ પાસ થયેલ છે અને વી.વી.પી.એ ૧૦૦% પરિણામ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાનનો દબદબો જાળવી રાખેલ છે.

Subscribe Saurashtra Kranti here

8 માં સેમેસ્ટરના પરિણામમાં સમગ્ર ગુજરાતમાં જી.ટી.યુ. ટોપ 10 માં બધીજ બ્રાંચમાં 10 માંથી 10 એસ.પી.આઈ. મેળવનારા વી.વી.પી.ના ૩ વિધાર્થીઓ શુકલ શૈલ વિજયકુમાર (ઈ.સી.), કોટક જહન્વી ચેતનભાઈ (સી.ઈ.), મોદી નિતી સંજયભાઈ (સી.ઈ.) એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તેમજ સી.જી.પી.એ. મુજબ ૩ વિધાર્થીઓ મોદી નિતી સંજયભાઈ (સી.ઈ.) એ 10 માંથી 10 સી.જી.પી.એ. મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

શુકલ શૈલ વિજયકુમાર (ઈ.સી.) 10 માંથી 9.95 સી.જી.પી.એ. મેળવી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ઉપરાંત સી.પી.આઈ. મુજબ શુકલ શૈલ વિજયકુમાર (ઈ.સી.) ૧૦ માંથી ૦૯.૮૯ સી.પી.આઈ. મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.  કોટક જહન્વી ચેતનભાઈ (સી.ઈ.) 10 માંથી 9.82 સી.પી.આઈ. મેળવી તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે, મોદી નિતી સંજયભાઈ (સી.ઈ.) 10 માંથી 9.81 સી.પી.આઈ. મેળવી પાંચમું સ્થાન પ્રાપ્ત કરેલ છે.

Read About Weather here

તેમજ વી.વી.પી.ના બાયોટેકનોલોજી વિભાગ, કેમિકલ વિભાગ, સિવિલ વિભાગ, કોમ્યુટર વિભાગ, ઈલેકટ્રીકલ વિભાગ, ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન વિભાગ, ઈન્ફમેશન ટેકનોલોજી વિભાગ, મિકેનીકલ વિભાગ અને નેનોટેકનોલોજી વિભાગે 100 % ટકા પરિણામ પ્રાપ્ત કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here