જિલ્લા સુરક્ષા અધિકારીને આવેદન પત્ર પાઠવશે કોંગ્રેસ

જિલ્લા સુરક્ષા અધિકારીને આવેદન પત્ર પાઠવશે કોંગ્રેસ
જિલ્લા સુરક્ષા અધિકારીને આવેદન પત્ર પાઠવશે કોંગ્રેસ

રાજકોટ કલેકટરને આવેદન પત્ર પાઠવી માહિતી માંગતું કોંગ્રેસ

સરકારે ‘બાળ સેવા યોજના’ બંધ કરી દીધી?

રાજ્યમાં કોરોના ની પહેલી અને બીજી લહેર માં માતા-પિતા બંને અથવા બંનેમાંથી કોઈ એક વાલી ગુમાવનારા 0 થી 21 વર્ષ સુધીના બાળકો, યુવાનો ને 4000 આર્થિક સહાય કરવા અને એક વાલી ગુમાવેલ બાળકોને રૂપિયા 2000 ની સહાય ચૂકવવાની યોજના 11/6 ના પરિપત્ર થી 7 જુલાઇથી નિરાધાર બાળકોને ભાવિને સુરક્ષિત રાખવાની સંવેદના સાથે શરૂ થયેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના કોરોના કાળ દરમિયાન ગંભીર બીમારીથી અવસાન પામેલા માતા-પિતાના નિરાધાર બાળકોને સહાય ચૂકવવા માટે બાળ સેવા યોજના અમલમાં મૂકી હતી.

Visit Saurashtra Kranti Homepage here

શુભારંભ કરેલી યોજના તા. 30/8 થી આ યોજના ધડાધડ એકાએક બંધ કરી દેવામાં આવી છે. જે પગલે વાલીઓ બાળકો અને સગાસંબંધીઓ હવે જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીઓ ધક્કા ખાઇ રહ્યા છે. સરકારે બાળ યોજના બંધ કરી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે.

જ્યારે યોજનાનો શુભારંભ થાય તે જ સમયે યોજના બંધ થવાની તારીખ પણ જાહેર થવી જોઈએ જે પગલે લોકોને ખબર પડે યોજનામાં અંતિમ તારીખ પહેલા ફોર્મ સબમિટ કરવાનું રહેશે. કોઈપણ અગાઉ જાહેરાત ન કરી રાતોરાત ગાંધીનગરથી આદેશ કરાયો યોજનાઓ બંધ કરો એટલે આ યોજનાનું બાળમરણ થયું ગણાય.

રાજકોટમાં અંદાજે 1800 જેટલા ફોર્મ સબમિટ થયા છે જેમાં હજુ અનેક મંજૂર થવા કે આર્થિક સહાય મળી નથી આવક મર્યાદા વગરની આ બાળ સેવા યોજના હોવાથી આ યોજનામાં સરકારી સહાય લેવા માટે ભારે ધસારો થતાં સરકાર ચોંકી ઉઠી હતી.

અનેક પરિવારો ફોર્મ લઇ ગયા છે સાથે ડોક્યુમેન્ટ આપવાના બાકી રહી ગયેલ હોય એવા લોકોના ફોર્મ પરત લેવા જોઈએ અને યોજનાની તારીખ લંબાવવામાં આવે તેવી અમારી માંગ છે.

બાળ સેવા યોજના અંગેની વિસ્તૃત વિગતો જિલ્લા કલેકટર અને બાળ સુરક્ષા એકમની કચેરીમાં લેખિતમાં આવેદન પત્ર આપી વિસ્તૃત વિગતો માગવામાં આવી છે. ફોર્મ સબમીટ કરવા છતાં સહાયથી વંચિત રહેલા પરિવારો તેમજ વાલીઓ કે સગાસંબંધીઓ જે આ યોજનામા ધક્કા ખાતા હોય તેવા પરિવારો તા.14 ને મંગળવારે, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રેસકોર્સ પાસે, બહુમાળી ભવન ગ્રાઉન્ડ ફ્લોર પર 11 કલાકે આવેદનપત્ર આપવાનું હોવાથી ઉપસ્થિત રહેવા.

Read About Weather here

રમેશભાઈ તલાટીયા, ઇન્દુભા રાઓલ, ધીરુભાઈ ભરવાડ, હિતાક્ષીબેન વાડોદરિયા, ચંદ્રેશભાઇ રાઠોડ, સરલાબેન પાટડીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે. (1.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here