જિલ્લામાં વર્ષ 2021 દરમિયાન 4605 ટી.બી. પોઝિટિવના કેસ નોંધાયા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ટી.બી. નિયંત્રણ માટે 102 જેટલા હેલ્થ સેન્ટર કાર્યરત
આજે ‘વિશ્ર્વ ક્ષય દિન’
વર્ષ 2020માં 2097 ટી.બી.ના દર્દીઓને યોગ્ય સારવાર આપીને ટી.બી. મુક્ત કરાયા

કેન્સર, એઇડઝ, કોરોના વગેરે જેવા ગંભીર રોગો ઉપરાંત વિશ્ર્વ આજે એક આવી જ અન્ય ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યું છે, એ છે ક્ષય. જેને ટી.બી. નામે પણ ઓળખવામાં આવે છે. અગાઉના સમયમાં ‘રાજરોગ’ની ઉપમા ધરાવતી આ બિમારી એટલે ટી.બી. કે જે વર્ષોથી માનવ જીવનને ઊધઈની માફક કોરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ટી.બી. નિયંત્રણ મિશનમાં જિલ્લાની ભૂમિકાની વિગતો આપતા જિલ્લા ક્ષય અધિકારી ડો. ઘનશ્યામ મહેતાએ જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટી.બી.ના દર્દીઓને સંપૂર્ણપણે ટી.બી. મુક્ત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વર્ષ 2021 દરમિયાન 4605 ટી.બી. પોઝિટિવના કેસ નોંધાયા હતા. વર્ષ 2020માં 2097 ટી.બી.ના દર્દીઓને યોગ્ય સારવાર આપીને ટી.બી. મુક્ત કરવામાં આવ્યા હતા.

ટી.બી.નો કોર્ષ એક વર્ષ જેટલો લાંબો કે તેથી પણ વધુનો હોય છે. ટી.બી.માં 85 ટકા જેટલો રિકવરી રેટ રહેતો હોય છે. ટી.બી. એ ફેફસામાં, સ્વરપેટીમાં, લસિકાગ્રંથીમાં, હાડકાંમાં, ત્વચામાં, ગર્ભાશય, લીવર, મગજ, આંતરડા કે શરીરના કોઇ પણ અંગમાં પેસારો કરી શકે છે. માત્ર નખ અને વાળ સિવાય શરીરના કોઇ પણ અંગમાં ટી.બી. થઇ શકે છે.
આ ઉપરાંત સરકાર દ્વારા રાજકોટ અને જેતપુર ખાતે ટી.બી. પરિક્ષણના અદ્યતન મશીનોની સગવડ પૂરી પાડવામાં આવી છે. જેના દ્વારા દર્દીઓને તપાસ રીપોર્ટ બિલ્કુલ નિ:શુલ્ક કાઢી આપવામાં આવે છે.

ટી.બી. મુક્ત અભિયાન – 2025 અંતર્ગત ભારત સરકાર અને રાજ્ય સરકાર લોક જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ક્ષયની નાબુદી માટે ઓનલાઈન મોનીટરીંગ રીવાઈઝડ નેશનલ ટી.બી કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં મૂકયો છે.ટી.બી.ના દર્દીના શરૂઆતના લક્ષણોમાં દર્દીનું વજન ઘટી શકે છે અને તેને ઉધરસ આવતી હોય છે. આ કારણોસર જ દર્દીને પોષણયુકત આહાર મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા તમામ દર્દીઓને નિક્ષય પોષણ સહાય યોજના અન્વયે

Read About Weather here

દર માસે રૂ.500 ચૂકવવામાં આવે છે. રાજકોટમાં વર્ષ 2021માં 3269 જેટલા દર્દીઓ નિક્ષય સહાય યોજના અંતર્ગત માસિક રૂ. 500નો લાભ લઈ ચુક્યા છે. ટી.બી.ની સારવાર ધીરજ અને સમય માંગી લે તેવી છે. દર્દીઓની ધીરજના અભાવને કારણે તેઓ અધવચ્ચેથી જ સારવાર લેવાનું છોડી દે અને યોગ્ય સારવાર લેવામાં ન આવે તો ટી.બી. થવાની સંભાવના વધી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here