જિંદગીમાં આટલી રોકડ પહેલીવાર જોઈ : રેડ ઓફિસર…!

જિંદગીમાં આટલી રોકડ પહેલીવાર જોઈ : રેડ ઓફિસર...!
જિંદગીમાં આટલી રોકડ પહેલીવાર જોઈ : રેડ ઓફિસર...!
કાનપુરની નજીક આવેલ કન્નોજમાં આવકવેરા વિભાગ સાથે જોડાયેલા બે ઓફિસર્સ રાનૂ મિશ્રા અને વીનિત મિશ્રાના ઘરે મોડી રાત્રે CBIC અને ITની ટીમે દરોડા પાડ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

કાનપુરમાં આવકવેરા વિભાગને પીયૂષ જૈનના ઘરેથી 150 કરોડ નહીં પણ 177 કરોડ રુપિયા મળ્યા છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્ડાયરેક્ટ એન્ડ કસ્ટમ (CBIC) અને આયકર વિભાગ (IT)ના ઓફિસર પણ દરોડામાં મળી આવેલ કેશને જોઈને ચૌકીં ઉઠ્યા છે.

કેશની ગણતરી 13 મશીનોની મદદથી સતત 36 કલાક ચાલી હતી. એક સીનિયર ઓફિસરે કહ્યું કે તેમણે પોતાના કરિયરમાં આટલી રોકડ ક્યારેય જોઈ નથી. હાલ, તેમના ત્યાંથી શું મળી આવ્યું તેની કોઈ જાણકારી જાહેર કરવામાં આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બંનેનું પણ પીયૂષ જૈન સાથે કોઈ કનેક્શન છે.

શુક્રવાર મોડી રાતે 1 વાગ્યા સુધી જૈનના ઘરે કેશની ગણતરી ચાલી હતી. રોકડ રકમને 42 મોટા બોક્સમાં ભરીને કન્ટેનરમાં પોલીસ સુરક્ષા વચ્ચે મોકલવામાં આવી. જૈનના ઘરેથી સોનાના દાગીના પણ મળ્યા છે.

તેને બોક્સમાં સીલ કરાવીને લઈ જવામાં આવી રહ્યા છે. એક લોકરની સાથે ઘણા ડોક્યૂમેન્ટ પણ કબજે કરવામાં આવ્યા છે. હાલ CBIC અને ITના ઓફિસર પીયૂસ જૈનના ઘરે જ છે. શનિવારે પણ તપાસ ચાલૂ રહેશે.

પીયૂષ જૈન મૂળ કન્નોજનો નિવાસી છે. કાનપુરમાં તેના ઘરે દરોડા પડ્યા બાદ CBIC અને ITના ઓફિસરો પીયૂષના દીકરા પ્રત્યૂષને લઈને કન્નોજ સ્થિત ઘરે પહોંચ્યા હતાં. અહીં માત્ર બે રુમની તપાસમાં જ 4 કરોડ રુપિયા મળ્યા છે.

શિખર પાન મસાલા સમગ્ર દેશમાં સપ્લાઈ કરવાનું કામ ગણપતિ રોડ કેરિયરના માલિક પ્રવીણ જૈન પાસે હતું. IT ટીમે તે ટ્રાન્સપોર્ટ પર પણ દરોડા પાડ્યા. કાર્યવાહીમાં ટ્રાન્સપોર્ટર પ્રવીણ જૈનના ઘરેથી 45 લાખ અને ઓફિસથી 56 લાખ રુપિયા કેશ મળ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

IT ટીમે 3.09 કરોડ રુપિયાનો ટેક્સ અને દંડ ફટકાર્યો છે.હજી ઘરના ઘણા રુમ તપાસવાના બાકી છે. તેના માટે ઓફિસરોએ એક્સ્ટ્રા ટીમ બોલાવી છે. સુરક્ષા માટે પોલીસ ફોર્સને પણ બોલાવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here