જામનગર સહિત અનેક શહેરોમાં કો-વેક્સિન ખૂંટી પડી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

બાળકોનાં રસીકરણની કામગીરીને આજે બંધ કરાઈ: સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 418 કેસ નોંધાયા
છેલ્લા 10 દિવસમાં જ નવા કેસોની સંખ્યા 1075: ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં પાંચ શિક્ષકોને કોરોના થતા શાળા બંધ

સૌરાષ્ટ્રમાં કોરોનાનાં ઝડપથી ફેલાતા જતા સંક્રમણ વચ્ચે આજે કેટલાક શહેરોમાં કો-વેક્સિનનો જથ્થો ખૂંટી પડ્યો હોવાથી બાળકોનાં રસીકરણની કામગીરી આજના દિવસ પુરતી બંધ રાખવી પડી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 418 કેસો નોંધાયા છે. રાજકોટમાં નવા 224 કેસો બે દિવસમાં નોંધાયા છે.
જામનગર, ભાવનગર, સુરત, વડોદરા જેવા શહેરોમાં બાળકો માટેની કો-વેક્સિન રસીનો જથ્થો ખલાસ થઇ ગયો હતો અને નવો પુરવઠો સમયસર મળ્યો ન હોવાથી આજે એ તમામ શહેરોમાં બાળકોનાં રસીકરણની કામગીરી બંધ રાખવી પડી છે.

Visit Saurashtra Kranti Homepage here

દરમ્યાન સૌરાષ્ટ્રમાં કોરોનાનાં કેસો ઝડપભેર વધી રહ્યા છે. શાળાઓમાં પણ કોરોના એ ઉપાડો લીધો છે. આજે ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં પાંચ શિક્ષકોને કોરોના થઇ જતા હાઈસ્કૂલ પાંચ દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત થઇ છે. છેલ્લા 10 દિવસમાં સૌરાષ્ટ્રમાં કોરોનાનાં નવા 1075 કેસો નોંધાયા છે. રાજકોટમાં મનપાએ કોરોના વોર રૂમ શરૂ કરી દીધો છે. રાજકોટમાં 224 જેટલા નવા કેસો નોંધાતા હડકંપ મચી ગયો છે. આરોગ્યતંત્રની ટીમો દોડધામ કરી રહી છે.

Read About Weather here

સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ શાળાઓમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં પણ આવી પરિસ્થિતિ છતાં કેટલીક શાળાઓ હજુ પણ ચાલુ રાખવામાં આવી છે. રાજકોટમાં ગઈકાલે ગુરૂવારે એક જ દિવસમાં કોરોનાનાં 183 કેસો નોંધાતા આરોગ્યતંત્ર હચમચી ઉઠ્યું છે. બે જ દિવસમાં 224 નવા કેસો નોંધાયા છે. આજે શુક્રવારે બપોર સુધીમાં હજુ નવો કોઈ કેસ નોંધાયો નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here