જામનગર રોડ પર શનિવારે ભારે વાહનો માટે ડાયવર્ઝન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં 7મી જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મેચ રમાવાનો છે. જેને લઈને ખંઢેરી સ્ટેડિયમમાં આશરે 30,000થી વધુ લોકો આવતા હોવાથી હાઈવે પર ટ્રાફિક ખૂબ રહેશે. આવી સ્થિતિને પહોંચી વળવા માટે નિવાસી અધિક કલેક્ટર કે.બી. ઠક્કરે ભારે વાહનો પર પ્રતિબંધ તેમજ ડાયવર્ઝન રૂટ દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ટ્રાફિકજામ નિવારવા માટે તા.7ના સાંજના 4થી રાત્રીના 1 વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા ભારે પડધરી-મોવૈયા સર્કલથી ટંકારા થઈ રાજકોટ તરફ આવી શકશે અથવા પડધરી-નેકનામ- મીતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝનથી આવી શકશે.જોકે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મેચના કામે રોકેલા વાહનો, એસટી બસ, સરકારી વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર જેવા વાહનો તેમજ જે લોકો ક્રિકેટ મેચ નિહાળવા જતા હોય તેવા વાહનચાલકોને અને ખંઢેરી સ્ટેડિયમની આસપાસના ગામોમાં રહેતા હોય જેનો આધારભૂત પુરાવો રજૂ કરે તેવા વાહનોને લાગુ પડશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here