જામનગરમાં 73 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું: એક વેપારીની ધરપકડ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બ્રાંસ પાર્ટસ સહિતના ઉદ્યોગો માટે દેશ-વિદેશમાં જાણીતા જામનગરમાં રૂ.73 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ બહાર આવતા સરકારી તંત્ર ચોકી ઉઠયું છે અને વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે બોગસ બિલિંગ કાંડના આરોપસર જામનગરના એક વેપારી યોગેશ નગીનદાસ વોરાની ધરપકડ કરી લીધી છે. એસજીએસટી વિભાગે કૌભાંડમાં ઝડપાયેલા યોગેશને મેટ્રોપોલીટન કોર્ટ જામનગરમાં રજૂ કરીને 14 દિવસના રીમાન્ડની માંગણી કરી છે. તપાસમાં એવી વિગત બહાર આવી છે કે, બોગસ બિલિંગ કૌભાંડ મારફતે રૂ.11.30 કરોડની ઇન પુટ ટેકસ ક્રેડીટ (આઇટીસી) ખોટી રીતે મેળવવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જાણવા મળતી વિગત મુજબ જામનગરની વૈભવ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડીને ચેકીંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે, 19 જેટલી બોગસ પેઢીઓ પાસેથી માલની ભૌતિક નવાનગી કર્યા વિના 62 કરોડ 78 લાખ ખરીદીના વ્યવહારો મળ્યા હતા. તેના પર રૂ.11 કરોડ 30 લાખની આઇટીસી ખોટી રીતે મળવી લેવામાં આવી હતી. તપાસને અંતે વૈભવ ઇન્ડસ્ટ્રીઝના માલિક યોગેશ નગીનદાસ વોરાની ધરપકડ કરવામાં આવી હતી.

Read About Weather here

તાજેતરમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિતના શહેરોમાં 41 વેપારીઓના 56 ધંધાર્થીય સ્થળો પર સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. ચેકીંગ દરમ્યાન બોગસ પેઢીઓ ઉભી કરીને એ પેઢીઓ મારફત કરાયેલા વ્યવહારોમાં બેની ફીશયરી વેપારીઓને સપ્લાઇ ઇન વોઇસ ઇશ્યુ કરી દેવામાં આવ્યા હતા એવો ખુલાસો થયો છે.તપાસમાં મળેલી તમામ વિગતોનું પૃથકરણ કરીને આવી રીતે બોગસ બિલિંગ મારફત ખોટી રીતે આઇટીસી મેળવનાર વેપારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here