જામનગરમાં લૂંટેરી દુલહનનો વધુ એક શિકાર બનાવ્યો…!

જામનગર
જામનગર

જામનગર સ્થિત પ્રીતેશભાઈના ઘરે આવેલા કાજલ તથા વિજયભાઈએ દોઢ લાખ લઈ પ્રીતેશભાઈના પાયલ સાથે મૈત્રીકરાર કરાવ્યાં હતાં

Subscribe Saurashtra Kranti here

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા રાજ ચેમ્બર નજીકના એક એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રીતેશભાઈ ધીરજલાલ શાહ નામના ૪૧ વર્ષના મહાજન યુવાન એક ખાનગી બેન્કમાં નોકરી કરે છે. તેમણે પોતાના લગ્ન માટે લાલપુર તાલુકાના કાનાછીકારી ગામમાં રહેતાં કેટલાંક સંબંધીઓ સાથે વાતચીત કરી હતી.

ફેબ્રુઆરી મહિનામાં કાનાછિકારી ગામના વિજય બારોટે તેમના ધ્યાનમાં મહારાષ્ટ્રના નાગપુરની એક યુવતી હોવાનું જણાવ્યું હતું. લગ્નવાંચ્છુ પ્રીતેશભાઈએ આ વાતમાં રસ દાખવતાં વિજય તથા તેમના પત્ની કાજલબેન બારોટે નાગપુરના મનતાપુર રોડ પર વિધાયકભવન પાસે વસવાટ કરતાં પાયલબેન પ્રદીપભાઈ બંસોડનો સંપર્ક કરાવ્યો હતો. પાયલે મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાવરકરનગરમાં વસવાટ કરતાં અંકિત પ્રદીપભાઈ સાથે વાતચીત કરવાનું કહૃાું હતું.

Read About Weather here

ત્યારબાદ વિજય તથા કાજલબેન બારોટે લગ્ન માટે દોઢ લાખ આપવાના થશે તેમ જણાવી પ્રીતેશભાઈનો નાગપુરની યુવતી પાયલ સાથે મેળાપ કરાવ્યો હતો. તેમાં આગળ વધેલી વાતચીત મુજબ ગઈ તા.૨૪ ફેબ્રુઆરીના દિને જામનગર સ્થિત પ્રીતેશભાઈના ઘરે આવેલા કાજલ તથા વિજયભાઈએ દોઢ લાખ લઈ પ્રીતેશભાઈના પાયલ સાથે મૈત્રીકરાર કરાવ્યાં હતાં. જામનગરની કોર્ટમાં લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી. મૈત્રીકરાર પછી પાયલ બંસોડ ત્રણેક દિવસ સુધી પ્રીતેશભાઈના ઘરે રોકાઈ હતી. ત્યારબાદ કાજલ અને વિજયભાઈ ફરીથી પ્રીતેશભાઈના ઘરે આવ્યા હતા અને પાયલને પોતાની સાથે લઈ ગયા હતાં.
પોલીસે પાયલ, વિજય, કાજલ બારોટ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here