જામકંડોરણાના મોટા ભાદરા ગામે પૈસાની લેતી દેતી બાબતે પ્રૌઢ પર હુમલો

ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા
ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા

બે શખ્સોએ પૈસાની ઉઘરાણી કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી બેફામ મારમાર્યો

જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામે ભાગીદારીના રૂ.૫૦ હજારની માંગણી કરી પ્રૌઢ ઉપર બે શખ્સોએ હુમલો કરી માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામના વતની અને હાલ શાપર વેરાવળમાં રહેતા રમેશભાઈ ઉકાભાઈ વેગડા (ઉ.વ.44) મોટા ભાદરા ગામે પોતાના ઘરે હતા ત્યારે અજીતસિંહ અમરસંગ ડાભી અને કુલદિપસિંહ ડાભી નામના બંને શખ્સોએ રમેશભાઈ વેગડા પર હુમલો કરી માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુંત કર્યા અંગેની રમેશભાઈ વેગડાએ જામકંડોરણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ હુમલામાં ઘવાયેલા રમેશભાઈ અને હુમલાખોર અજીતસિંહ ડાભી વચ્ચે ટ્રક ભાગીદારીમાં હતો જે ભાગીદારીના રૂ.50 હજારની અજીતસિંહ ડાભી રમેશભાઈ પાસે માંગતા હતા.

Read About Weather here

જેની ઉઘરાણી વારંવાર કરી રમેશભાઈ વેગડાના ઘરે જઈ તું મારા પૈસા કેમ દેતો નથી અને કેમ ભેગો થતો નથી તેમ કહી ગાળો ભાંડી ઘરની બહાર બજારમાં લઈ જઈ મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here