જાણો, કેસર કેરીનો પાક ક્યારથી બજારમાં આવશે?

કેસર કેરી
કેસર કેરી

ગિરમાં કેસર કેરીનો પાક સતત નુકસાનીમાં છે

Subscribe Saurashtra Kranti here

તાલાલાની જગમશહૂર કેસર કેરીને જાણે કે, ગ્રહણ લાગ્યું હોય એમ દર વર્ષે કેરીનો પાક સતત નિષ્ફળ જઇ રહૃાો છે. આ વર્ષે પણ કેરીને ૭૦ ટકાથી વધુ નુકસાન થતાં કેરીના સોદા ઉંચા પડવા લાગ્યા છે. કેસર કેરીનો આગોતરો પાક આગામી ૨૦ એપ્રિલથી બજારમાં આવવાનું શરૂ થશે. તાલાલા પંથકમાં ઇજારા રાખનારાને આંબે ઝૂલતી કેસર કેરીના સોદા ૮૦૦ થી ૧૨૦૦ રૂપિયે પડી રહૃાા છે.

ગિરમાં કેરીનો પાક સતત નુકસાનીમાં છે. આખા ગિરમાં આગોતરો પાક માત્ર ૧૫ ટકા પાક બચ્યો હોઇ પાછોતરા પાક તરફ સીઝનનો આધારે છે. હવે ધૂળેટી બાદ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા પાછોતરી કેરી વધવા લાગે તેવી શક્યતા છે. પણ વ્હેલી સવારે પડતી ઝાકળથી તેના ખરવાનું પ્રમાણ યથાવત છે. આથી કેરી મર્યાદિત રહેશે એવી શક્યતા છે. એમ જાણકારોનું કહેવું છે.

ગતવર્ષે આગોતરી કેરીનું ૧૦ કિલોનું બોક્સ ૬૦૦ થી ૭૫૦ માં એપ્રિલના અંતમાં માર્કેટમાં મળતું હતું. એ સ્થિતી આ વખતે બોક્ષ દીઠ ૯૦૦ થી ૧૦૦૦ રૂપિયે અથવા તેથી વધુ ભાવે વેચાય એવી શક્યતા છે. મે માસમાં કેરીની આવક વધે ત્યારે ભાવ નીચા આવતાં હોય છે. પણ આ વર્ષે કેરીના ભાવ નીચા રહે એવી કોઇ સંભાવના જણાતી નથી. આથી સ્વાદ રસીકોને કેરીની વધુ કિંમત ચૂકવવી પડશે.

Read About Weather here

કેસર કેરીનો આગોતરો પાક આગામી ૨૦ એપ્રિલથી બજારમાં આવવાનું શરૂ થશે. નવે.-ડિસે.માં લાગેલો ફાલ એપ્રિલના અંત સુધીમાં આવશે. જ્યારે બીજા તબક્કાનો ફાલ બચ્યો ન હોવાથી પાછોતરી કેરીની બજારમાં આવક મેના અંત અને જુનની શરૂઆતમાં આવવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here