જસદણ શહેર ભાજપના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતા મહિલા અગ્રણી

જસદણ શહેર ભાજપના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતા મહિલા અગ્રણી
જસદણ શહેર ભાજપના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતા મહિલા અગ્રણી
જસદણ નગરપાલિકાના વોર્ડ નં.6ના ભાજપના સભ્ય અને જસદણ શહેર ભાજપના મહિલા મોરચાના કાર્યકારી પ્રમુખ સોનલબેન (માધવીબેન) તેજશભાઇ વસાણીએ આંતરીક ખટપટ અને જૂથવાદના સંઘર્ષથી કંટાળી જઇ શહેર પ્રમુખ પદેથી રાજીનામું ફગાવી દીધુ છે. તેમણે જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ સીમાબેન દોશીને મોકલેલા રાજીનામાં પત્રમાં જિલ્લા ભાજપના એક અગ્રણી સામે ગંભીર આક્ષેપો કરતા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. જસદણ ભાજપનાં કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી રહેલા જસદણ પાલિકાના સભ્ય માધવીબેન વસાણીએ રાજીનામાં પત્રમાં એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુવરજીભાઇ બાવળીયાના કાર્યક્રમમાં નહીં જવા માટે જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઇ રામાણી દ્વારા દબાણ કરવામાં આવે છે અને ધમકીઓ પણ અપાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજીનામાં પત્રમાં મહિલા અગ્રણીએ એવો આક્ષેપ કર્યો હતો કે, બાવળીયાના કાર્યક્રમમાં હાજર ન રહેવા માટે અમોને અવાર-નવાર સુચનાઓ આપવામાં આવતી હોવાથી કંટાળીને પ્રમુખ પદ પરથી રાજીનામું આપું છુ. મહિલા અગ્રણીએ જણાવ્યું હતું કે, જસદણ શહેર મહિલા કાર્યકારી પ્રમુખ તરીકે અને પાલિકાના સભ્ય તરીકેને ભાજપના અદના સૈનિક રૂપે મારી ફરજ બજાવી છે. પણ ધારાસભ્યના કાર્યક્રમમાં ન જવા જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા ધમકીની ભાષામાં કહેવમાં આવે છે. આથી ભારે હદય સાથે કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપવાની ફરજ પડી છે જેનો સ્વીકાર કરવા નમ્ર વિનંતી છે.

મહિલા અગ્રણીએ એમની વ્યથા રજૂ કરવા સાથે જણાવ્યું હતું કે, હું પાલિકાના સભ્ય તરીકે સતત સક્રીય રહીશ. તાજેતરમાં યુપી જઇને વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં ખુબ સક્રીય કામગીરી કરીને લોકોના દિલ જીતી લીધા હતા. આવી સારી કામગીરીના વિડીયો જિલ્લા ભાજપ મહામંત્રીએ ખુદ જોયા છે. છતાં અમને માનસીક ત્રાસ આપી હોદ્ો છોડવા માટે મજબુર કરવામાં આવ્યા છે. તેમણે રાજીનામાં પત્ર જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, પ્રદેશ વડા સી.આર.પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ધારાસભ્ય બાવળીયા અને પ્રદેશ મહિલા અધ્યક્ષ દિપીકાબેન સરડવાને પણ મોકલી આપ્યો છે.

આ રીતે રાજકોટ જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી આંતરીક જૂથવાદનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો હોય તેમ લાગે છે અને આ સંઘર્ષમાં શહેર મહિલા કાર્યકારી પ્રમુખનું માથુ રોળાયુ છે અને એમને હોદ્ો છોડવાની ફરજ પડી છે. એ દર્શાવે છે કે, જિલ્લા ભાજપનો આંતરીક કલ્હ બેકાબુ બનીને સમગ્ર જિલ્લા યુનિટને ધમરોળી રહયો છે. આગામી દિવસોમાં હજુ વધુ ગંભીર પડધા પડે અને વધુ માથા રાજકીય રીતે વધેરાય જાય તેવી શકયતા જોવામાં આવી રહી છે.

Read About Weather here

પાલિકાના સભ્ય તરીકે ચાલુ રહેશે, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી સામે ગંભીર આક્ષેપો; પૂર્વ મંત્રી બાવળીયાના કાર્યક્રમમાં ન જવાનું દબાણ કરી ધાકધમકી અપાતી હોવાનું માધવી વસાણીનો આક્ષેપ; શહેર જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરીક જૂથવાદ ફરીવાર સપાટી પર!ધમકીની વાત ઉપજાવી કાઢેલી: રામાણીરામાણીએ એવું પણ કહયું હતું કે, ત્રાસ આપવાની આખી વાત ઉપજાવી કાઢી છે. યુપીના પ્રચાર દરમ્યાન ભાજપની કેટલીક કાર્યકરો તરફથી ફરીયાદ આવી હતી. એ સંદર્ભમાં મારે વાતચીત થઇ હતી. એ સિવાય બિજુ કશુ થયું નથી. એટલે ધમકી આપવાનો પ્રશ્ર્ન જ નથી.રાજકોટ જિલ્લામાં વધુ વકરતો જતો ભાજપનો આતંરીક ડખ્ખો, ચરમ સીમાએ જૂથબંધી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here