જળાશયો છલોછલ છતાં નપાણીયા નેતાઓની અણઆવડતના પાપે પાણીકાપ

જળાશયો છલોછલ છતાં નપાણીયા નેતાઓની અણઆવડતના પાપે પાણીકાપ
જળાશયો છલોછલ છતાં નપાણીયા નેતાઓની અણઆવડતના પાપે પાણીકાપ
નર્મદાના નામે રાજકીય રોટલા શેકનારા શાસકો પાણી વિતરણ વ્યવસ્થામાં નાપાસ થયા હોવાના આક્ષેપ અને આક્રોશ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, લોક સંસદ વિચાર મંચના લીગલ એડવોકેટ ઇન્દુભા રાઓલ, હિંમતભાઈ લાબડીયા સભ્યો ચંદ્રેશ રાઠોડ, ધીરુભાઈ ભરવાડ, રાજુભાઈ આમરણીયા, લાલભાઈ હુંબલ, કુમારભાઇ ભટ્ટી, દેવાંગભાઈ ગજ્જરે જણાવ્યું છે કે,શહેરમાં કાલે ભર ઉનાળે ધોમધખતા તાપ વચ્ચે એક વોર્ડ અને સોમવારે પાંચ વોર્ડમાં ત્રણ લાખ લોકોને પાણી માટે વલખા મારવા પડશે. અગાઉ પણ વખતો-વખત જુદા-જુદા વોર્ડમાં સમયાંતરે પાણીકાપ લાદવામાં આવ્યો છે તે શાસકોની પણ આવડત અને બેદરકારી છતી કરે છે. કારણ કે રાજકોટના તમામ જળાશયો ચોમાસામાં ઓવરફલો થયા હતા. વધુમાં નર્મદાનું જળ ઠલવાયુ તેમ છતાં પાણીકાપનો કોરડો વખતો-વખત વીંઝાતો રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરમાં આડકતરો પાણીકાપ ચાલી રહ્યો હોય તેવું લાગે છે એક સપ્તાહ પહેલા અડધા રાજકોટમાં પાણીકાપ ઝીંકાયો હતો. દર સપ્તાહે વિવિધ વોર્ડમાં એકાદ વખત પાણી કાપ ટેકનિકલી ફોલ્ટ, ટાકા રીપેરીંગ, નર્મદા જળ ની અનિયમીતતા, પાણીના ટાંકા ની સફાઈ, લાઈન શીફટીંગ, લાઇન રીપેરીંગના બહાના તળે પાણીકાપનો સતત ડામ દેવામાં આવે છે તેમ છતાં રાજકોટના ધારાસભ્યો કોર્પોરેટરો આ અંગે ચૂપકીદી સાધી લીધી છે. પદાધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ છે. રાજકોટમાં નપાણીયા નેતાઓને પગલે શહેરની જનતાને પાણીકાપ સહેવો પડે છે. મહાનગરપાલિકાની દરેક ચૂંટણી અને છેલ્લા દોઢ દાયકાથી શહેરને અડધી કલાક પુરા ફોર્સથી પાણી આપવાનું વચન અપાઇ છે અને બજેટમાં પણ 24 કલાક પાણી આપવા માટેની યોજનાઓ બતાવી હથેળીમાં ચાંદ બતાવાય છે.

Read About Weather here

મુંગેરીલાલ કે હસીન સપના બતાવનારા શાસકો શહેરમાં 24 કલાક તો ઠીક પરંતુ 20 મિનિટ પુરા ફોર્સથી પાણી આપવામાં સદંતર નિષ્ફળ પુરવાર થયા છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ ફરિયાદો ગંધાતા પાણી અને અપુરતા ફોર્સથી પાણી અંગેની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જે મહાનગરપાલિકાના રેકોર્ડ પર પણ મૌજુદ છે. હાલ રાજકોટ મહાનગર પાલિકાએ લીલાખા ગામ પાસે ભાદર ની લાઈનમાં ભંગાણ પડેલ હોય ત્યાં રીપેરીંગનું બહાનું અપાયું છે જે ગળે ઉતરે તેવું નથી. કારણકે ભાદરની લાઈનમાં ભંગાણ થાય તો આજીમાંથી વધુ જથ્થો ઉપાડી વિતરણ વ્યવસ્થા કેમ ન જાળવી શકાય ? શા માટે પાણીકાપ ઝીંકવો પડે તે સમજાતું નથી.અગાઉ શાસકોએ જાહેરાત કરી હતી કે ન્યારી કે આજી એકાદ ઝોનમાં પાણીની ઘટ પડે તો એક્સપ્રેસ ફિડર લાઈન દ્વારા પૂરતા પાણીનો જથ્થો ઠલવાશે અને પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડવા નહીં દેવાય વખતો-વખત પાણીકાપના ડામ દેવાનું બંધ કરો અન્યથા આગામી ધારાસભાની ચૂંટણીમાં રાજકોટની જનતા પાણી બતાવી દેશે તેમ અંતમાં ઝાલા અને રાઓલે જણાવ્યું છે.(5.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here