જયંત ફૂડ એન્ડ બેવરેજીસમાં આરોગ્ય કેમ્પ સંપન્ન

જયંત ફૂડ એન્ડ બેવરેજીસમાં આરોગ્ય કેમ્પ સંપન્ન
જયંત ફૂડ એન્ડ બેવરેજીસમાં આરોગ્ય કેમ્પ સંપન્ન

57 કામદારોએ લાભ લીધો, વિવિધ રોગ વિશે માર્ગદર્શન અપાયું

ફેમીલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા જયંત ફૂડ એન્ડ બેવરેજીસ પ્રાયવેટ લિમિટેડ,મીરાં ઉદ્યોગનગર રાજકોટ ખાતે કામદારો માટે ખાસ આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં 57 લોકોએ લાભ લીધો હતો.

કેમ્પની શરૂઆતમાં જયંત ફૂડ એન્ડ બેવરેજીસ પ્રાયવેટ લીમીટેડના એચ આર મેનેજર ભાવિનભાઈ જેઠવા દ્વારા ઉપસ્થિત પ્રતિનિધિઓનું શબ્દિક સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ ફેમીલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચના કાઉન્સેલર કમ પ્રોગ્રામ ઓફિસર મહેશભાઈ રાઠોડ દ્વારા કેમ્પનો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો.

Read Local News / Articles : Saurashtra , Gujarat

તેમણે જણાવ્યું હતું કે એચ આઈ વી એઇડ્સ માર્ગદર્શન અને સલાહ સુચન, ગુપ્ત ભાગના ચેપોની સારવાર અને સલાહ તથા માર્ગદર્શન, પરિવાર નિયોજન સલાહ અને સુચના તથા સેવાઓ, લૈંગિક ભેદભાવો વિશેની સમજ અને તેમાંથી છુટકારો પામવા માટેનું માર્ગદર્શન તથા નિસંતાન લોકોને સલાહ અને સારવાર તેમજ માર્ગદર્શન તેમજ વૈવાહિક જીવનની સમસ્યાઓ વિષે માર્ગદર્શન આપવામાં આવશે.

શુભમ હોસ્પિટલના ડો. ગૌરાંગભાઈ બુચ દ્વારા તમામ કામદારોને એચઆઈવી એઇડ્સ બાબતે અવગત કર્યા હતા જેમાં સલામત જાતીય સબંધો, પરીક્ષણ કરેલ લોહી, સગર્ભા મહિલાની એચઆઈવી એઇડ્સની તપાસ તથા ઇન્જેક્શનથી નશો કરવાની આદતથી દુર રહેવા સલાહ આપી હતી.

ત્યારબાદ તમામ કામદારોનું રજીસ્ટ્રેશન મેમ્બર પાયલબેન રાઠોડ દ્વારા કરવામાં આવેલ તથા સોનલબેન દેવાચાર્ય દ્વારા તમામ લોકોની વ્યકતિગત માહિતી લેવામાં આવી હતી.

Read About Weather here

તમામ લોકોનું નિદાન કરવામાં આવેલ અને દવા તથા રીપોર્ટની જરૂરિયાત હોય તે પાલન કરવા જણાવ્યું હતું તેમજ લેડી હેલ્થ વિજીટર શિલ્પાબેન નિમાવત દ્વારા તમામ લોકોને ડોકટરની સુચના પ્રમાણે દવાનું વિતરણ કરવામાં આવેલ.

આ ઉપરાંત ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફીસર અશ્વિનભાઈ ગોહિલ દ્વારા 35 લોકોનું બ્લડ સુગરની તપાસ કરવામાં આવી હતી. અંતે જયંત ફૂડ એન્ડ બેવરેજીસના ડાયરેક્ટર જીતુભાઈ ડોબરિયા દ્વારા ભેટ આપીને અભાર વ્યક્ત કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here