જમ્મુ અને કાશ્મીરમાં 6 ખૂંખાર ત્રાસવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં 6 ખૂંખાર ત્રાસવાદીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરમાં 6 ખૂંખાર ત્રાસવાદીઓ ઠાર

લશ્કરી દળોની મોટી સફળતા, તમામ આતંકી જૈશ સંગઠનનાં હતા: બે અલગ-અલગ અથડામણમાં એક પોલીસ કર્મીને પણ ઈજા

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામેની ભારતીય સુરક્ષા દળોની ઝુંબેશમાં તાજેતરનાં સમયની સૌથી મોટી સફળતા મળી છે. બે અલગ-અલગ સ્થળે થયેલા ભીષણ એનકાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે પાકિસ્તાની નાગરિક સહિત 6 ખૂંખાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

સુરક્ષા દળોનાં હાથે મરાયેલા તમામ આતંકી ત્રાસવાદી સંગઠન જૈશના હોવાનું પોલીસે જણાવ્યું હતું.ગુરૂવારે વહેલી સવારે કાશ્મીરનાં અનંતનાગ અને કુલગામ જિલ્લાઓમાં ત્રાસવાદીઓ સાથે જોરદાર અથડામણો થઇ હતી.

બંને જિલ્લાઓમાં સુરક્ષા દળોએ ત્રાસવાદીઓ જ્યાં છુપાયા હતા એ વિસ્તારને ઘેરી શોધખોળ શરૂ કરી હતી. સામસામા ભારે ગોળીબારો શરૂ થતા જૈશના 4 ત્રાસવાદી અને બે પાકિસ્તાની સ્થાનિક ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. તેમ કાશ્મીરનાં આઈજીપી વિજયકુમારે જણાવ્યું હતું.

કુલગામનાં મીરહામા વિસ્તારમાં અથડામણ થઇ હતી. બીજી અથડામણ અનંતનાગ પાસેનાં દુરૂ વિસ્તારમાં થઇ હતી. જ્યાં એક પોલીસ કર્મીને પણ ઈજા થઇ હતી. તાજેતરનાં સમયની આતંક વિરોધી આ સૌથી મોટી સફળતા ગણાય છે.ભારતીય સુરક્ષા દળોએ જૈશ સંગઠનની કમર તોડી નાખી છે.

પોલીસે જણાવ્યું હતું કે, તમામ 6 આતંકવાદીઓની ઓળખ મળી ગઈ છે. ઈજા પામેલા એક પોલીસમેન અને બે જવાનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દક્ષિણ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી શોફીયાન, પુલવામા અને અનંતનાગ જિલ્લાઓમાં આતંકવાદીઓ માથું ઉચકી રહ્યા છે.

Read About Weather here

પણ સુરક્ષા દળોની સતર્કતાને કારણે કોઈ મોટી વારદાત કરી શક્યા નથી. બરફવર્ષા થયા બાદ આતંકવાદીઓ જંગલ અને પહાડોનાં છુપા અડ્ડાઓ છોડીને ખીણનાં ગામડાઓ પાછા ફરે છે અને સુરક્ષા દળોનાં હાથે ઠાર મરાય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here