જમીન વિવાદમાં ખેડૂતની હત્યાના ગુનામાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર કરતી સેશન્સ કોર્ટ

મવડીના ધરમનગરમાં જીવલેણ હુમલો કરવાના ગુન્હામાં આરોપીના જામીન મંજુર
મવડીના ધરમનગરમાં જીવલેણ હુમલો કરવાના ગુન્હામાં આરોપીના જામીન મંજુર
રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનના વિવાદમાં ગરાસીયા ખેડૂતો પર કરાયેલ હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં આરોપીની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મંજુર કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે તારીખ 30. ના રોજ રક્ષણ માટે મુકાયેલી પોલીસની હાજરીમાં ખેડૂતની પોતાની જ વાડીમાં કોળી જૂથ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલ હુમલામાં લગધિરસિંહ નવુભા જાડેજા નામના 57 વર્ષના ગરાસિયા પ્રૌઢની હત્યા થઈ હતી. જયારે અન્ય બે વ્યકિત ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવમાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે મગન. બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષ્મણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઇ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષ્મણભાઈ રાઠોડ, કાંતાબેન રમેશભાઈ રાઠોડ, કલ્પેશ ભીખુભાઈ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઈ, ભુપત નાથાભાઈ, રોનક નાથાભાઈ, પોપટ, વશરામભાઈ, કેસુભાઈ વશરામભાઈ, ચનાભાઈ વશરામભાઈ, શામજી બચુભાઈ, અક્ષિતભાઈ છાયા સામે આઇપીસી કલમ 302, 324, 143, 147, 148, 149, 120 (4) વિગેરે મુજબ હત્યાનો ગુનો નોંધીને ઉપરોકત શખ્સોની ધરપકડ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતાં પોલીસે આરોપીઓને સમજાવેલા છતાં નહીં સમજતા વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જૂથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો. ત્યારબાદ ઉપરોકત આરોપીઓની ધરપકડ કરેલ હતી અને આરોપીને કોર્ટે જેલ હવાલે કરેલ હતા.

Read About Weather here

જેમાં પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ દ્વારા આરોપી સામે ચાર્જશીટ દાખલ કરેલ. જે પૈકી આરોપી ખીમજી નાથા વાઢેરએ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર છૂટવા માટે જામીન અરજી કરતાં રાજકોટની સેશન્સ કોર્ટે તે અરજી મંજુર કરી છે. બચાવ પક્ષે એડવોકેટ તરીકે ગૌરાંગ ગોકાણી અને વૈભવ કુંડલીયા રોકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here