જમવા બાબતે બોલાચાલી થતા દંપતીએ સાધુને પથ્થરના ઘા મારી પતાવી દીધા હતા

જમવા બાબતે બોલાચાલી થતા દંપતીએ સાધુને પથ્થરના ઘા મારી પતાવી દીધા હતા
જમવા બાબતે બોલાચાલી થતા દંપતીએ સાધુને પથ્થરના ઘા મારી પતાવી દીધા હતા

રાજકોટમાં થયેલ સાધુની હત્યાનો ભેદ ઉકેલાયો: આરોપી મહિલાના પિતા અને સાધુ મિત્ર હતા
મૃતદેહ કોથળામાં ભરી રીક્ષામાં રાખી જામનગર હાઇ-વે પર ફેંકી દીધો હતો

રાજકોટના પરાપીપળિયા નજીક આજે સવારે સંતોષ સોલંકી નામના 50 વર્ષીય સાધુનો ગળુ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમમાં ખસેડી હત્યારાઓની શોધખોળ હાથ ધરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે ગણતરીની કલાકોમાં જ ગીતા બાવાજી નામની મહિલા અને તેના પતિ વસંત જાદવની ધરપકડ કરી ભેદ ઉકેલી નાખ્યો છે. સાધુની હત્યા ગીતા અને વસંતે જ કરી હોવાનું ખુલ્યું છે.

ગીતાના પિતા અર્જુન મહારાજ સાથે સાધુ પરિચય ધરાવતા હતા. જમવા આવેલા સાધુની સાથે બોલાચાલી થતા દંપતીએ સાધુની પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદમાં મૃતદેહ કોથળામાં પેક કરી રિક્ષામાં રાખી જામનગર હાઇ-વે પર ફેંકી દીધો હતો.

મૃતક સંતોષ સોલંકી જામનગરના વતની અને સાધુ જીવન જીવતા હતા. આરોપી ગીતાના પિતા અર્જુન મહારાજ અને મૃતક સાધુ બંને મિત્ર હતા. આથી ગીતા પણ સાધુને ઓળખતી હતી. જમવા આવેલા સાધુ સાથે બોલાચાલી થઇ હતી.

ગીતા પિતા અર્જુન મહારાજ સૂઇ ગયા બાદ દંપતીએ સાધુની પથ્થરના ઘા મારી હત્યા કરી હતી. બાદમાં કોથળામાં મૃતદેહ રાખી જામનગર હાઇ-વે પર ફેંકી દીધો હતો.પરાપીપળિયા નજીકથી સાધુની માથું છુંદાયેલી લાશ મળી હતી,

સાધુની હત્યા કોણે અને શા માટે કરી હતી, મૃતક સાધુ કોણ છે સહિતના સવાલો પોલીસ માટે પડકારરૂપ હતા, યુનિવર્સિટી પોલીસે મૃતક સાધુની ઓળખ મેળવવા જામનગર અને જૂનાગઢ સુધી મૃતકની તસવીરો મોકલાવી ઓળખ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો,

જોકે મૃતક એસઆરપી કેમ્પ સામે રાત્રે જોવા મળ્યાનો એક સગડ પોલીસને મળ્યો અને પોલીસે કેમ્પ સામેના ઝૂંપડે જઇ પૂછપરછ કરતાં જ દંપતીએ હત્યા કર્યાની કબૂલાત આપી હતી, ત્યારબાદ મૃતક સાધુ સંતોષ સોલંકી હોવાનું ખુલ્યું હતું.

આરોપી ગીતાએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, રાત્રે ભોજન કર્યા બાદ પોતે, તેના પિતા અર્જુન મહારાજ અને તેની સાથે આવેલા તેના મિત્ર સાધુ સંતોષ સોલંકી સૂઇ ગયા હતા, થોડીવાર બાદ સાધુ સંતોષે ગાળો ભાંડતા પથ્થરથી તેનું માથું છૂંદી તેની હત્યા કરી નાખી હતી,

હત્યા કરી ત્યારે તેના પિતા અર્જુન મહારાજ થોડે દૂર સૂતા હતા, તેમને ઝઘડાનો અવાજ સંભળાયો નહોતો, મધરાતે પિતાને ઉઠાડીને કહ્યું હતું કે, તેમની સાથે આવેલા સાધુ જતા રહ્યા છે

Read About Weather here

તમે પણ જતા રહો તેથી પિતા અર્જુન મહારાજ ત્યાંથી રાત્રે જ જતા રહ્યા હતા, જોકે ગીતાની આ વાત પોલીસને ગળે ઉતરતી નથી, હત્યામાં મહિલાના પિતાની સંડોવણીની પણ પોલીસને શંકા છે, અર્જુન મહારાજ હાથ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here